વડોદરા : બિનવારસી પાર્ક કરેલી બાઈક ચોરીને બુટલેગરોને વેચી દેવાનું મસમોટું કૌભાંડ વડોદરા શહેર પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 20 જેટલી ચોરીની બાઇકો કબ્જે કરી 25 વાહન ચોરી તેમજ 7 પ્રોહીબીસનના ગુના સહિત કુલ 32 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કેવીરીતે ચાલતું હતું સમગ્ર નેટવર્ક અને કોણકોણ સામેલ છે સમગ્ર બાઈક ચોરી કૌભાંડ તે ઘણુ રસપ્રદ બાબત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 810 કોરોના દર્દી, 1016 સાજા થયા, 06 દર્દીઓનાં કોરોનાને કારણે મોત


વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી વાહન ચોરીની અનેક ફરિયાદો ઉઠી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસે cctv તેમજ બાતમીદારોને સક્રિય કર્યા હતા. જો કે ધારી સફળતા ન મળતા પોલીસની આબરૂના ધજાગરા ઉડયા હતા. જેના કારણે પોલીસે વિવિધ ટિમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે તરસાલી વિશાલ નગર ખાતે રહેતા નીતિન સોલંકીને ચોરીના બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં તેને વિવિધ ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી. તેમજ તેના અન્ય ચાર સાગરીતો પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 


સરકારે આપી અનોખી યોજનાને મંજૂરી, આદિવાસીઓ પર પૈસા-પાણીનો થશે વરસાદ


મહત્વનું છે કે, પોલીસે ઝડપેલો આરોપી નીતિન સોલંકી પોતે વાહનોની ચોરી કરી અન્ય ઈસમોને ચોરીના વાહનો વેચી દેતો હતો. આ ઈસમો ચોરીના વાહનોનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં કરતા હતા. નીતિન સાથે ઝડપાયેલા અન્ય ચાર ઈસમો ચોરીના વાહનોનો ઉપયોગ છોટાઉદેપુર ખાતે દારૂની હેરાફેરી કરતા હતા. ત્યારે પોલીસે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીની 20 જેટલી બાઇકો કબ્જે કરી વાહન ચોરીના 25 તેમજ પ્રોહીબીસનના 7 જેટલા ગુના આમ કુલ મળી 32 ગુનાઓ નો ભેદ ઉકેલી કાઢ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube