વડોદરા : શહેરના વુડા ચાર રસ્તા પર પોલીસ દ્વારા માસ્કનું ચેકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન કારમાં આવેલા એક વ્યક્તિએ માસ્ક નહી પહેર્યું હોવાનાં કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા. જો કે કાર ચાલક લાજવાને બદલે ગાજ્યો હતો. તેણે પોલીસ કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ મારામારી કરીને પોલીસ કર્મચારીને પછાડી દીધો હતો. તેનું ગળુ દબાવી દીધું હતું. આ કાર ચાલક વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ કર્મચારીનો ગુનો નોધીને તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI AGM: આઈપીએલ 2022મા રમશે 10 ટીમો, ડોમેસ્ટિક ક્રિકેટરો માટે આવ્યા ગુડ ન્યૂઝ

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ પોતાનાં સહકર્મચારીઓ સાથે વુડા ચાર રસ્તા પર માસ્ક ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે કારમાં બેઠેલા એક વ્યક્તિને તેમણે અટકાવ્યો હતો. બે લોકો પૈકી એક વ્યક્તિએ માસ્ક નહી પહેર્યું હોવાનાં કારણે તેમને દંડ ભરવા માટે જણાવ્યું હતું. જો કે તે વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર ખુબ જ નજીક સુધી કાર ઘુસાડી દીધી હતી. ત્યાર બાદ તમે લોકો ભિખારી છો અને સામાન્ય જનતાને લૂંટી રહ્યા છો તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યાર બાદ ઘર્ષણ થતા તેમની સાથે મારામારી કરીને પોલીસ કર્મચારીને નીચે પછાડી દીધો હતો.


જલ્દી જ શરૂ થશે સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી, ટેન્ડર મંગાવાયા

ઝપાઝપીમાં પોલીસ કર્મચારીનાં ડ્રેસનાં બે બટન અને નેમ પ્લેટ પણ તુટી ગઇ હતી. અન્ય પોલીસ કર્મચારીએ તેને મહામહેનતે કાબુમાં લઇને પીસીઆઇ વાનમાં બેસાડી દીધો હતો. જો કે પોલીસ વાનમાં પણ તે સતત અપશબ્દો બોલી રહ્યો હતો. પોલીસ પુછપરછમાં કાર ચાલકનું નામ સ્તવન બારોટ હોવાનું સામે આવ્યું છે. તે વેદાંત શીલા સોસાયટીના અલકાપુરીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે ફરિયાદનાં આધારે કાર ચાલક વિરુદ્ધ સરકારી કર્મચારી પર હૂમલો અને જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. આ મુદ્દે વધારે કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube