• વડોદરામાં ભર ઉનાળે કન્ટેનરમાં પંખા કે પાણીની સુવિધા વગર આંગણવાડીમાં માસૂમો કરે છે અભ્યાસ

  • ZEE 24 કલાકના અહેવાલ બાદ તપાસના આદેશ, તાત્કાલિક પંખા અને પાણીની સુવિધા કરવા આદેશ


રવિ અગ્રવાલ/વડોદરા :એક તરફ શિક્ષણના સ્તરને સુધારવાની વાતો ચાલે છે. તો બીજી તરફ વડોદરામાં કોઈ પણ જાતની સુવિધા વગર કન્ટેનરમાં માસુમો ભણતા હોવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. આંગણવાડીમાં કોઈ સુવિધા ના હોવાથી નાના ભૂલકાઓ કન્ટેનરમાં ભણવા મજબૂર બન્યા છે. વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ નીચેની આંગણવાડીમાં કોઈ સુવિધા નથી. જેથી 4 વર્ષથી 20 બાળકો કોઈ પણ જાતની સુવિધા વગર અભ્યાસ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પાણી અને પંખા વગર માસુમો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. બાળકો માટે પાણીની વ્યવસ્થા કરી પંખા આપવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. આ મામવે ZEE 24 કલાકે અહેવાલ દર્શાવતા જ તંત્ર સફાળું જાગ્યું છે અને મેયરે તપાસના આદેશ કર્યા છે. પરંતુ હવે સવાલ એ થાય છે મેયરના આદેશ બાદ પણ માસૂમો સુધી સુવિધા ક્યારે પહોંચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આવતીકાલે LRD પરીક્ષા, વિવાદોથી બચવા પહેલીવાર નવો નિયમ બનાવાયો


હાલ વડોદરામાં 44 ડિગ્રી તડકો છે, આવામાં કોઈ બહાર નીકળવાની પણ હિંમત ન કરે, તેવામાં વડોદરામાં 44 ડિગ્રી તાપમાનમાં નાના ભૂલકાઓ ગરમીમાં ભણવા મજબૂર બન્યા છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત ભીમનાથ બ્રિજ નીચે આંગણવાડીમાં બાળકો પંખા વગર ભણવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે વડોદરાના ભીમનાથ બ્રિજ નીચેની આંગણવાડીમાં કોઈ સુવિધા નથી. અહીં રોજ 20 બાળકો કોઈ પણ જાતની સુવિધા વગર અભ્યાસ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પાણી અને પંખા વગર માસૂમો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. બાળકો માટે પાણીની વ્યવસ્થા કરી પંખા આપવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નહોતું.


ત્યારે આ મામલે વાલીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આવી ગરમીમાં પંખા વગર નાના બાળકો કેવી રીતે ભણે. અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસે છે, તો બાળકો માટે પંખા કેમ નહીં. મેયર, ચેરમેન સહિતના અધિકારીઓને કેમ નથી દેખાતી આ સમસ્યા. નાના ભૂલકાઓને ક્યારે મળશે યોગ્ય સુવિધા. હજુ ક્યાં સુધી સત્તાધિશો આંખ આડાકાન કરતા રહેશે. આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાતનું ભાવી ગણાતા આ ભૂલકાઓ. 


આ પણ વાંચો : ગાદલા પર બેસાડી યુવતીએ વેપારીના શરીર પર અડપલા કર્યા, સુરતમાં વધુ એક વેપારી હનીટ્રેપમાં ફસાયો


વડોદરામાં ZEE 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ZEE 24 કલાકના અહેવાલ બાદ માસૂમ ભૂલકાઓ માટે આંગણવાડી સુવિધા કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે, 4 વર્ષથી આંગણવાડીમાં પંખા અને પાણીની સુવિધા નથી તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ગરમીમાં સુવિધા વગર કન્ટેનરમાં બાળકો અભ્યાસ કરે તે યોગ્ય નથી. જેથી આંગણવાડીમાં પંખા અને પાણીની સુવિધાના અધિકારીઓને આદેશ કરાયા છે. 


મેયરે કન્ટેનરમાં ચાલતી આંગણવાડી અંગે તપાસના અધિકારીઓને આદેશ આપ્યા છે. સાથે જ કહ્યુ કે, આંગણવાડીની સંચાલિકાને નોટિસ પણ પાઠવવામાં આવશે. ગરમીમાં બાળકોને પંખા વગર ભણવું પડે તે યોગ્ય નથી. હવે સવાલ એ થાય છે મેયરના આદેશ બાદ પણ માસૂમો સુધી સુવિધા ક્યારે પહોંચશે.


આ પણ વાંચો : 


ગુજરાતનો પ્રથમ XE વેરિયન્ટનો દર્દીના આ રહ્યા લેટેસ્ટ હેલ્થ અપડેટ, પોઝિટિવ આવતા પરત મુંબઈ ફર્યા હતા


નેશનલ લો યુનિ.માં એકસાથે 33 કોરોના કેસ આવતા તંત્ર દોડ્યું, 1000 વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરાશે