ગુજરાતનો પ્રથમ XE વેરિયન્ટનો દર્દીના આ રહ્યા લેટેસ્ટ હેલ્થ અપડેટ, પોઝિટિવ આવતા પરત મુંબઈ ફર્યા હતા

XE variant case in gujarat : દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું જણાવ્યું

ગુજરાતનો પ્રથમ XE વેરિયન્ટનો દર્દીના આ રહ્યા લેટેસ્ટ હેલ્થ અપડેટ, પોઝિટિવ આવતા પરત મુંબઈ ફર્યા હતા
  • ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો
  • મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ વૃદ્ધનો કોરોના XE સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
  • જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર લેબમાં મોકલેલ કોરોના સેમ્પલનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગથી મળતી વધુ વિગતો અનુસાર, મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ 67 વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે સેમ્પલને ટેસ્ટીંગ માટે જીનોમ સિક્વન્સીંગ લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેનો ગઇ કાલ રાત્રે રિપોર્ટ આવતા આ સેમ્પલ ટેસ્ટીંગ રિપોર્ટ પોઝિટિવ જણાઇ આવ્યો છે. આ દર્દીના કોરોના ટેસ્ટીંગ સેમ્પલમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ મળી આવ્યા છે. આમ ગુજરાતમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સવાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે. ઉક્ત દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે. 

હાલ દર્દી એકદમ સ્વસ્થ
દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું તેમણે જણાવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

કોરોના હવે સ્વાઈન ફલૂ કે અન્ય વાયરસની જેમ જ આપણી વચ્ચે રહેશે
રાજ્યમાં આવેલ કોરોનાના નવા XE વેરિયન્ટ મામલે એમડી ફિઝીશિયન પ્રવીણ ગર્ગે જણાવ્યુ કે, આ નવો પ્રકાર એ ઓમિક્રોનના b1 અને b2 પ્રકારમાંથી મયૂટન્ટ થયેલો વાયરસ છે. આ વાયરસની પ્રસરવાની શક્તિ અગાઉ કરતા ખૂબ જ વધારે છે. વિશ્વના અન્ય દેશોમાં થયેલા રિસર્ચ મુજબ તે લોકોમાં ખૂબ જ ઝડપથી પ્રસરે છે. પણ રાહતની વાત છે કે આ નવો વાયરસ અતિ જાન લેવા નથી. આ વાયરસના કારણ મૃત્યુદર નહિવત છે, તેમ છતાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ. કોરોના એ આપણા જીવન અને પર્યાવરણનો ભાગ બનીને રહેશે. સ્વાઈન ફલૂ કે અન્ય વાયરસની જેમ જ આપણી વચ્ચે રહેશે. બીપી, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ સહિતની અન્ય બીમારીઓ ધરાવતા લોકોએ વધુ સાવચેતી રાખવી જોઈએ. હવે કોરોનાના કોઈપણ વાયરસથી ડરવાની જરૂર નથી, ફક્ત સાવચેતી રાખવાની છે. 

દેશમાં પહેલો કેસ મુંબઈમાં 
કોવિડ 19 વધુ સંક્રમણ સ્વરૂપ એક્સઇનું પહેલો કેસ મુંબઇમાં સામે આવ્યો હતો. ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રીકાથી મુંબઇ આવેલી એક મહિલામાં ઓમિક્રોના આ ઉપ સ્વરૂપના સંક્રમણની પુષ્ટિ થઇ હતી. મહિલામાં કોઇપણ પ્રકારના લક્ષણ ન હતા. અને તે સાજી થઇ ગઇ છે. 

બીએ 2 સ્ટ્રેનથી 10% વધુ ઘાતક
કોરોનાનો નવો મ્યૂટેંટ વેરિએન્ટ XE ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ 2 થી લગભગ 10 ટકા વધુ સંક્રમક હોઇ શકે છે. તેને લઇને ડબ્લ્યૂએચઓએ તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે. XE ઓમિક્રોના બે સબ લીનેજ બીએ 1 અને બીએ 2 નું રીકોમ્બિનેંટ સ્ટ્રેન છે. ડબ્લ્યૂએચઓ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી તેના ટ્રાંસમિશન રેટ અને બિમારીના વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફાર દેખાતા નથી ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિએન્ટ સાથે જોડીને જોવામાં આવશે. 

સૌથી પહેલાં યૂકેમાં મળ્યો XE સ્ટ્રેન
XE સ્ટ્રેન પહેલીવાર યૂકેમાં 19 જાન્યુઆરીએ મળી આવ્યો હતો અને ત્યાંથી 600થી વધુ XE કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીની મુખ્ય ચિકિસ્સા સલાહકાર સુજૈન હોપકિંસનું કહેવું ચેહ કે અત્યાર સુધી તેની સંક્રમકતા ગંભીરતા અથવા તેના વિરૂદ્ધ કોવિડ 19 રસીકરણની પ્રભાવશીલતા વિશે નિષ્કર્ષ કાઢવા માટે પુરતા પુરાવા નથી. 

XD વેરિએન્ટ પર પણ છે WHO ની નજર
WHO એ રિપોર્ટમાં કહ્યું કે તે XE જેવા રીકોમ્બિનેંટ વેરિએન્ટ પહેલાંવાળા ખતરાને સતત મોનિટર કરી રહ્યા છે. તેના સાથે જોડાયેલા પુરાવા સામે આવતાં જ અપડેટ આપશે. XE ઉપરાંત WHO અન્ય રીકોમ્બિનેંટ વેરિએન્ટ XD પર નજર રાખવામાં આવી રહી છે. જે ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ છે. તેના સૌથી વધુ કેસ ફ્રાંસ, ડેનમાર્ક અને બેલ્ઝિયમમાં મળી આવ્યા છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news