રવિ અગ્રવાલ, વડોદરા: ઉત્તર પ્રદેશના 1200 પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત મોકલવામાં આવ્યાં છે. વડોદરા રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન દ્વારા આ પરપ્રાંતીઓને પરત મોકલાયા. મોડી રાતે અલગ અલગ સ્થળોથી પરપ્રાંતીઓને રેલવે સ્ટેશન લાવવામાં આવ્યાં. જો કે મળતી માહિતી મુજબ આ પરપ્રાંતીઓને રેલવે સ્ટેશને લાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જરાય જળવાયું નહતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વિસ્તારો રેડ ઝોનમાંથી હટાવ્યાં
વડોદરા પાલિકાએ 11 વિસ્તારોને રેડ ઝોનમાંથી હટાવ્યાં છે. કોરોનાના કેસ મળતા તંત્રએ આ વિસ્તારોને રેડ ઝોનમાં મૂક્યા હતાં. 11 વિસ્તારોને હવે ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે. કોરોનાના પોઝિટિવ કેસ ન આવતા આ નિર્ણય લેવાયો છે. વડોદરાના હજુ પણ 59 વિસ્તારો રેડ ઝોનમાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube