Vadodara News : વડોદરાના નેન્સી બાવીસી અકસ્માત કેસમાં પરિવારને ન્યાયની રાહમાં છે. આ વર્ષએ માર્ચ મહિનામાં નેન્સીને સગીર બાઈક ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત થયાના 85 દિવસ બાદ પણ નેન્સી કોમામાં છે. નેન્સીના પિતાએ અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. પરંતું પોલીસે સગીરની અટકાયત કરી છોડી મુક્યાનો તેમનો દાવો છે. પોલીસે સગીરના પિતા કે મોંઘીદાટ બાઈકના માલિક સામે ગુનો નોંધવાની તસ્દી પણ નથી લીધી. ત્યારે ગુજરાતની આ દીકરીના પિતા ન્યાયની આશામા બેસ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાની નેન્સી બાવીસી અકસ્માત બાદ 85 દિવસથી કોમામાં છે. તેને દુનિયાની કોઈ ખબર નથી. માર્ચ મહિનામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં સ્પોર્ટસ બાઈક ચાલક સગીરે નેન્સીને અડફેટે લીધી હતી. નેન્સી LLBનો અભ્યાસ અને સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતી હતી. હાલ નેન્સી સારવાર માટે કલાલી વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ છે. નેન્સી કોઈ જ પ્રકારનું હલનચલન કરી નથી રહી.


ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયું


નેન્સીના પિતા તુષારભાઈ બાવીસીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના બાદ પોલીસે સગીરની અટકાયત કરી છોડી પણ મૂક્યો. જોકે, તેના પિતાનુંક હેવું છે કે, પોલીસે સગીરના પિતા કે બાઈકના માલિક સામે ગુનો નોંધવાની તસ્દી પણ ના લીધી. ખાનદાની નબીરો હોવાના કારણે પોલીસે સમગ્ર મામલે કાચું કાપ્યું છે. 


ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહી


નેન્સીના પિતા તુષાર બાવીસીનું કહેવુ છે કે, પોલીસ માલેતુજારોના ઘૂંટણિયે પડી, નેન્સીને ન્યાય આપવામાં નિષ્ફળ રહી. આરોપીએ બાઇકનો વીમો પકવવા વીમા કંપનીમાં ખોટી માહિતી આપી. સગીર બાઇક ચલાવતો હોવા છતાં અન્ય કોઈને ચાલાક તરીકે વીમા સમક્ષ દર્શાવ્યો. આ કેસમાં લક્ષ્મીપુરા પોલીસે ઘટનામાં કોઇ જ કાર્યવાહી નથી કરી. 


પોલીસે, પરિવાર અને નેન્સીને ન્યાય પણ નથી અપાવ્યો. નેન્સીના માતા અને મામા હેમંતભાઈ કોઠારી કહે છે કે, પુણેની ઘટનામાં પોલીસ ન્યાય અપાવી શક્તી હોય તો વડોદરાની ઘટનામાં કેમ નહીં? પુણેની જેમ અમારી નેન્સીને પણ ન્યાય અપાવો. નબીરા સામે કાર્યવાહી કરવામાં પોલીસે ઢીલ રાખી હોવાનો માતાપિતાએ આરોપ મૂક્યો.


આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ફસાયા હતા