રવિ અગ્રવાલ/વડોદરા: વિધાનસભાની ચૂંટણી ટાણે વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેમનો વડોદરામાં એક રોડ શો કરવાના છે. પરંતુ કેજરીવાલ 3 વાગ્યાના રોડ શોમાં છેક 6 વાગ્યે પહોંચતા વિવાદ ઉભો થયો છે. રોડ શોના સ્થળે બેનર્સના મુદ્દે ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, પોલીસે મામલો થાળે પાડ્યો હતો. વડોદરામાં વરસતા વરસાદ વચ્ચે કેજરીવાલ એક કિમીનો રોડ શો કર્યો, કેજરીવાલનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરાયું છે અને કાર્યકરોના ટોળા ઉમટ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વડોદરા પહોંચ્યા છે. તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. વડોદરામાં અરવિંદ કેજરીવાલનો વિરોધ કરાયો છે. વડોદરામાં કાળા વાવટા ફરકાવીને કેજરીવાલનો વિરોધ કરાયો છે. કેજરીવાલ વિરોધી સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યો છે. 



પોસ્ટર વૉરનું એપી સેન્ટર બન્યુ વડોદરા
આજે કેજરીવાલને લઈને રાજ્યમાં પોસ્ટર વોર શરૂ થયું છે. જેમાં પોસ્ટર વૉરનું એપી સેન્ટર વડોદરા બન્યું છે. ત્યારે ભાજપ અને AAPના કાર્યકરો આમને સામને આવ્યા છે. વડોદરામાં AAPની તિરંગા યાત્રા નીકળવાની છે, ત્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચ્યા છે.


'હિન્દુ વિરોધી કેજરીવાલ ગો બેક'ના સૂત્રો લખાયા
રોડ શો પહેલા વડોદરાના એરપોર્ટ બહાર રોડ પર 'હિન્દુ વિરોધી કેજરીવાલ ગો બેક'નું લખાણ લખવામાં આવ્યું હતું. ઉપરાંત કેજરીવાલના પોસ્ટર અને બેનર હટાવવા મુદ્દે આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સજાર્યું હતું.​​​​​ ભાજપ અને આમ આદમીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 


મહત્નું છે કે, વડોદરામાં ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. આમ આદમી પાર્ટીના બેનર ફાડતી વખતે ઘર્ષણ સર્જાયું છે. યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિતને માર્યો માર્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. પોલીસે ભાજપ મોરચા કાર્યકરોની અટકાયત કરી લીધી છે. તિરંગા યાત્રાના રૂટ પર કેજરીવાલના પોસ્ટર ફાડવામાં આવ્યા છે. હાલ રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


જુઓ આ પણ વીડિયો:-