Vadodara News : વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં યુવતી સાથે રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યાનો ચકચારી બનાવ બન્યો છે. વડોદરામાં રિક્ષાચાલકે ધોળે દિવસે બિલ્ડિંગના દાદરે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. અન્ય રાજ્યમાંથી આવેલી યુવતીને બેંક લઈ જવાના બહાને રીક્ષાચાલક ગેસ્ટ હાઉસ લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતી સામે દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ પહેલાના CCTV સામે આવ્યાં છે. યુવતીએ અભયમની મદદ બાદ પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં લંપટ રીક્ષાચાલક ઝડપાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીક્ષાચાલકે યુવતીને મદદનું બહાનુ બનાવ્યું 
વાત એમ હતી કે, વડોદરાની એક ખાનગી ટ્રાવેલ કંપનીમાં રાજસ્થાનની યુવતી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરે છે. 39 વર્ષીય યુવતી સાઇબર ફ્રોડનો ભોગ બની હતી. તેથી યુવતીએ 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે બેંક સ્ટેટમેન્ટ માંગતા પરપ્રાંતીય યુવતી બેંકમાં જવા નીકળી હતી. કડક બજાર પાસે યુવતી એક રિક્ષામાં બેઠી હતી. યુવતી પાસે રૂપિયા ન હોવાથી રીક્ષાચાલકે તેને મદદનું આશ્વાસન આપ્યું હતું. રીક્ષામાં સવાર થયા બાદ રીક્ષાચાલકે વાતચીતમાં યુવતી પાસેથી બધી માહિતી મેળવી લીધી હતી.


10 વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે, ગેનીબેનનો શંકર ચૌધરી પર વાર


પનીર કહીને જે વેચાતું હતું તેમાં પનીર જેવું કશુ જ ન હતું, ઉપરથી એ નાંખ્યું હતું કે..


ત્યારે શહેરના રસ્તાઓથી અજાણ યુવતીની મજબૂરી જાણી રિક્ષા ચાલકે મદદરૂપ થવાની ખાતરી આપી હતી. જેના બાદ રિક્ષાચાલક યુવતીને બેંક પર લઈ જવાને બદલે ગેસ્ટ હાઉસ લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસ બંધ હોવાથી દાદર પર જ મજબૂર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ ગભરાયેલી યુવતીએ અભયમ ટીમને ફોન કર્યો હતો. જેથી અભયમની ટીમ તાત્કાલિક મદદે પહોંચી હતી. 


દુષ્કર્મ બાદ રિક્ષા ચાલક ફરાર થઈ જતાં અભયમની ટીમ યુવતીની મદદે આવી હતી. તો પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવીના આધારે રિક્ષાચાલક હાર્દિક ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો. યુવતી પર દુષ્કર્મ આચરનાર હાર્દિક ત્રિવેદીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 


ગુજરાતમાં ગાભા કાઢી નાંખે તેવી ગરમીની આગાહી : આ જિલ્લાઓમાં સીવિયર હીટવેવની આગાહી