Vadodara News : વડોદરામાં ખાખી પર રાજકારણનો રૌફ ભારે પડતો જોવા મળ્યો. ભાજપના મહિલા સાંસદે પોલીસ સ્ટેશનમાં એવી દાદાગીરી કરી, કે પોલીસ કર્મચારીઓનું પણ કંઈ ન ચાલ્યું. વડોદરામાં હીટ એન્ડ રનના આરોપીને મહિલા સાંસદ રંજન ભટ્ટે પોલીસ સ્ટેશનમાં જઈને રાતોરાત છોડાવ્યાનો કિસ્સા હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. આરોપીને છોડાવવા મહિલા સાંસદ પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા, અને પોલી સ્ટેશનની બહાર આરોપી સાથે હસતા મોઢે જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત એમ હતી કે, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રવિવારે એક કારચાલકે કેટલાક લોકોને અડફેટે લીધા હતા. કારચાલકે બેફામ ગાડી ચલાવીને ફિઝીયોથેરાપી અને ફાઈન આર્ટસના ઉભેલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા, બે વિદ્યાર્થીઓને અડફેટે લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી કેટલાક લોકોએ કારચાલકનો પીછો કર્યો હતો. જેથી  4 કિમી દૂર રાજમહેલ રોડ પર તેને પકડી લેવાયો હતો. 


ગીગા ભમ્મરના બેફામ વાણીવિલાસનો વધુ એક વીડિયો : મારી પાસે DSPની પણ બદલી કરાવવા આવે છે


ટોળાએ પકડીને પોલીસમાં સોંપ્યો, તો સાંસદ છોડાવી ગયા
કારચાલક ન્યૂ સમા રોડની મુક્તિધામ સોસાયટીનો કુશ પટેલ હોવાનું ખૂલ્યુ હતું. ટોળાએ આરોપી કુશ પટેલને પકડીને પોલીસમાં સોંપ્યો હતો. પરંતુ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ માત્ર પોણા બે કલાકમાં જ આરોપીને જામીન પર છોડાવી લઇ ગયા હતા. હિટ એન્ડ રનની ઘટનાના આરોપી કુશ પટેલને સાંસદે છોડાવ્યો હતો. એક તરફ ચાર કિલોમીટર પીછો કરીને ટોળાએ મહામહેનતે આરોપીને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. ટોળાએ આરોપી પોલીસને સોંપ્યોને સાંસદ આરોપીને છોડાવી ગયા હતા. 


નવસારી રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી : કર્મચારીઓ 5 કિલોનો હથોડો ટ્રેક પર ભૂલ્યા


 


ગુજરાતીઓને વિદેશ જવાનો ચસ્કો : બે વર્ષમાં પાસપોર્ટ ઈશ્યુ થવામાં સીધો 80 ટકાનો વધારો


તો બીજી તરફ, આ મામલે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, મારા પર થઈ રહેલા આક્ષેપો ખોટા છે. કુશ પટેલને હું છોડાવવા ગઈ ન હતી. કુશના માતા પિતા મને મળવા આવતા મેં પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અને કુશને મળવા ગઇ હતી. બે વિધાર્થીઓ રોંગ સાઈડ આવતા હતા, બંને પાસે લાયસન્સ પણ નથી. વિધાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહીના વીડિયો પણ બનાવ્યા છે. ઇજાગ્રસ્ત વિધાર્થીઓએ ફરિયાદ નથી કરી, હોસ્ટેલના યુનિયનના વિધાર્થી આગેવાનોએ FIR કરી છે. કુશના બહેનના લગ્ન હતા, એને કન્યાદાન કરવાનું હતું એટલે પોલીસને માત્ર મળવા ગઈ હતી. કુશ પટેલ મારા ઘરની બાજુમાં જ રહે છે. હોસ્ટેલમાં ભણતા વિધાર્થીઓ પર FIR ન થાય તે કાળજી રાખવા માટે પણ હું પોલીસ સ્ટેશન ગઈ હતી. પોલીસે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કુશ પટેલને જામીન પર છોડ્યો છે.