Vadodara News : વડોદરામાં માનવામાં ન આવે તેવી ઘટના બની છે. યજ્ઞ કર્યા બાદ કર્મકાંડી બ્રાહ્મણો જુગાર રમવા બેસી ગયા હતા. પોલીસે રેડ પાડીને 7 બ્રાહ્મણોને જુગાર રમતા પકડ્યા છે, તેની પાસેથી 6.81 લાખની મત્તા કબજે કરાઈ છે. બ્રાહ્મણોને ઘોતી પહેરીને જુગાર રમતા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે કર્મકાંડી બ્રાહ્મણો પૂજનીય ગણાય છે. પૂજાપાઠ બાદ લોકો તેમના પગે લાગતા હોય છે. ત્યારે વડોદરામાં કેટલાક કર્મકાંડી બ્રાહ્મણોએ ગોરપદું લજવાય તેવુ કામ કર્યું છે. વડોદરા પોલીસને બાતમી મળી હતી કે, ગોત્રી વિસ્તારના શિવ ટેનામેન્ટમાં રહેલા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરની બહાર કેટલાક લોકોને જુગાર રમાડી રહ્યાં છે. ત્યારે વડોદરા પોલીસે રેડ પાડી હતી. આ રેડ પાડીને ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે, કર્મકાંડી બ્રાહ્મણો ધોતી પહેરીને જુગાર રમતા પકડાયા હતા. 


પોલીસે રેડ પાડીને 7 જુગારીઓને પકડી પાડ્યા છે. પોલીસ જુગારધારા હેઠળ કેસ નોઁધીને 6.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમની પાસેથી રોકડા 82,090, 11 મોબાઈલ, બે વાહનો મળીને કુલ 6.81 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 


જામનગરના રિલાયન્સ મોલમાં એવી ભયાનક આગ લાગી કે, અનંત અંબાણી પણ દોડતા આવ્યા


કોણ કોણ પકડાયું
કાંતિલાલ રતીલાલ દવે, જિતેન્દ્ર દિનકરરાય જાની, કનૈયાલાલ જયંતીલાલ જાની, નરેશ હરગોવિંદભાઈ જાની, ધીરજલાલ ઉર્ફે ધીરુભાઈ મૂળજીભાઈ જાની, પિન્ટુ પ્રતાપભાઈ જાની, યોગેશ અનભાઈ જાની.


યજ્ઞ કરીને જુગાર રમવા બેસ્યા 
પોલીસે જણાવ્યું કે, તમામ કર્મકાંડી બ્રાહ્મણો એક યજ્ઞ માટે ભેગા થયા હતા. ધાર્મિક કાર્ય પૂરુ થયા બાદ તમામ જુગાર રમવા બેઠા થયા હતા. આ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી કે, કેવી રીતે ધોતી પહેરીને આ બ્રાહ્મણો કાળા કાંડ કરી રહ્યા હતા. 


ગુજરાત પર આવ્યું મોટું સંકટ : વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો