વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા આર.સી દત્ત માર્ગ પર સર્કિટ હાઉસની સામે આવેલા આઇવરી ટેરેસ બિલ્ડિંગની નજીકના માર્ગ પર જોરદાર વિસ્ફોટ થયો હતો. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.  જેમાં આ પ્રચંડ વિસ્ફોટ જોઇ શકાય છે. જો કે આ વિસ્ફોટ બાદ આસપાસમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે સદનસીબે મોડી સાંજ હોવાથી કોઇ વધારે અવર જવર નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજમાં તીડનિયંત્રણ અને ખેતસર્વે ગયેલા તલાટી અને ગ્રામસેવકોને દવાની અસર થતા દોડધામ


અલકાપુરીનાં આર.સી દત્ત માર્ગ પર સર્કિટ હાઉસની સામે આવેલા આઇવરી ટેરેસની બહારના માર્ગ પર શનિવારે મોડી સાંજે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. બનાવના પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. લોકો કુતુહલ વશ એકત્ર થવા લાગ્યા હતા. તત્કાલ પાલિકાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે ગેસ વિભાગના કર્મચારીઓને પણ તત્કાલ બોલાવી લેવામાં આવ્યા હતા. જો કે જમીનની નીચે કાર્બન મોનોકસાઇડ ગેસનો ભરવો થતા આખરે બ્લાસ્ટ થયાનું સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 


અમદાવાદ : સાણંદમા આંગણવાડીના 11 બાળકોને ફૂડપોઇઝનીંગની ઘટના, તંત્રમા દોડધામ
અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ: ઓઢવમાં ડોક્ટર પર ફાયરિંગ


કોઇ જાનહાની નહી.
આ બ્લાસ્ટની ઘટના સમયે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેના પરથી જ બ્લાસ્ટ કેટલો પ્રચંડ હતો તેની તિવ્રતાનો અંદાજ આવી જાય છે. જોકે મોડી સાંજ હોવાથી અવરજવર ઓછી હતી તેવા સમયે બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના ટળી હતી. જો આ બ્લાસ્ટ દિવસના સમયે થયો હોત તો કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ હોત.હાલ તો ગેસ વિભાગ આસપાસની ગેસ લાઇનો ચેક કરી રહ્યો છે. અન્ય કોઇ ભંગાણ કે આસપાસની લાઇનોને કોઇ નુકસાન નથી થયું તેની તપાસ ચાલી રહી છે.