ઝી મીડિયા/બ્યૂરો :વડોદરા સેન્ટ્રલ જેલ (vadodara central jail) માં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેને પગલે કેદી બંધુઓને નવા હુન્નરો અને કૌશલ્યો શીખવા મળે છે. આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણાની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે. લોકડાઉન (Lockdown) માં પણ સેન્ટ્રલ જેલમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી હતી. જેના પરિણામે તેની સાથે જોડાયેલા કેદીઓએ (prisoners) પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી.


અમદાવાદ : લોકડાઉનને કારણે ધંધામાં દેવું થઈ જતા એમ્બ્રોઈડરીના વેપારીએ મોત વ્હાલુ કર્યું    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનમાં દરજી કામ વિભાગના 10 કેદીઓએ 20 હજાર માસ્ક બનાવ્યા એવી જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આ માસ્ક તમામ કેદીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત અન્ય કચેરીઓને પૂરાં પાડવામાં આવ્યાં છે. તે જ રીતે આ સમયગાળામાં અન્ય 10 કેદીઓએ કાર્બોલિક સાબુ, લિકવિડ હેન્ડ વોશ, લીમડાના સાબુ અને ફિનાઇલનું ઉત્પાદન કર્યું. તેમણે 59 હજાર નંગ સાબુ, 6250 લિટર ફિનાઇલ, 2100 લિટર લિક્વીડ હેન્ડવોશનું ઉત્પાદન કરીને લોકડાઉનને પરિશ્રમ નો ઉત્સવ બનાવ્યો. આ સામગ્રી રાજ્યની અન્ય તમામ જેલોને જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવામાં આવી છે. કોરોના સંકટ સામે બચાવના અસરકારક ઉપાયના રૂપમાં વારંવાર સાબુથી હાથ ધોવા અને રહેવાની જગ્યાની ફિનાઇલનો ઉપયોગ જરૂરી બન્યો છે. તે જોતાં આ પરિશ્રમી કેદીઓએ અન્ય જેલોના લોકોને સલામત અને ચેપ રહિત રાખવામાં યોગદાન આપ્યું. આ બદલામાં તેઓને આવક પણ થઈ છે. 


વડોદરામાં આજથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે, નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાશે 


જેલમાં કોરોનાનો પ્રવેશ અટકાવવા વિવિધ પ્રકારની કાળજી લેવામાં આવી છે એની વિગતો આપતાં તેઓએ જણાવ્યું કે જેલના પ્રવેશદ્વારે સેનેટાઈઝિંગ ટનલ બનાવવામાં આવી છે. નવા આવતા કેદીનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને તે નેગેટિવ આવે તો જ જેલમાં પ્રવેશ આપવામાં આવે છે. આવા કેદીને પ્રથમ ક્વોરેન્ટાઈન વોર્ડમાં રાખવાની તકેદારી લેવાય છે. જેલવાસીઓની રોગ પ્રતિકારક શકિત વધે તે માટે આયુર્વેદિક ઉકાળો આપવામાં આવે છે, જે કેદીઓ જાતે જ બનાવે છે. એમને હોમિયોપેથિક ઔષધોનું સેવન કરાવવામાં આવ્યું છે. વિટામિન-સીની ગોળીઓ અને લીંબુનું શરબત આપવામાં આવે છે. જેલના પ્રવેશ દ્વારે, ઝડતી રૂમ, ટેલિફોન બુથ, કેન્ટીન, બેકરી, પ્રેસ, હોસ્પિટલ જેવા તમામ સ્થળોએ લિક્વીડ હેન્ડવોશ રાખવાની સાથે જેલના તમામ યાર્ડ, વહીવટી ઇમારત, જેલ કેમ્પસની નિયમિત સફાઈ કરી સોડિયમ હાઈપો કલોરાઇડનો છંટકાવ કરવાની તકેદારી લેવામાં આવે છે. સાથે જ તમામ કેદીઓને સાબુ પણ આપવામાં આવ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર