પોલીસ સ્ટેશનમાં સાંભળવા મળશે બાળકો કિલકિલયારીઓ, જોવા મળશે રમકડાં
વડોદરા (Vadodara) ના સયાજીગંજ પોલીસ સ્ટેશન સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ચિલ્ડ્રન રૂમ (Children Room) તૈયાર કરવામાં આવ્યો છે.
રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્ય (Gujarat) માં વિવિધ જગ્યાએ મહિલા પોલીસ (Police) કર્મચારી પોતાના બાળકો સાથે ફરજ કરતી જોવા મળે છે. અથવા તો મહિલા પોલીસ (Police) કર્મચારી પોતાના બાળકને ઘરે એકલા મૂકી ફરજ પર આવવા મજબૂર હોય છે ત્યારે તેમનું પૂરેપૂરું ધ્યાન કામ પર નથી હોતું. જેથી વડોદરા પોલીસે (Vadodara Police) મહિલા પોલીસ કર્મચારીઓના બાળકો માટે પોલીસ સ્ટેશનમાં જ ચિલ્ડ્રન રૂમ (Children Room) બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેથી મહિલા પોલીસ કર્મચારીઓ પૂરા એકાગ્રતાથી કામમાં ધ્યાન આપી શકે.
Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા
વડોદરા (Vadodara) ના સયાજીગંજ પોલીસ સ્ટેશન સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ચિલ્ડ્રન રૂમ (Children Room) તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બાળકોને રમવા માટે રમકડાં અને સાયકલ છે તો દીવાલ પર કાર્ટુન વાળા સ્ટીકર લગાવ્યા છે. તેમજ બાળકો રમવાની સાથે ભણી શકે એવા પણ સ્ટીકર લગાવ્યા છે. ચિલ્ડ્રન રૂમને રંગબેરંગી ગુબ્બારા અને પટ્ટીથી શણગાર્યો છે.જેમાં બાળકો રમી રહ્યા છે.
રાજ્યમાં વરસાદને લઇને મોટા સમાચાર, મહત્વના છે આગામી 26 કલાક
પોલીસ સ્ટેશન (Police Station) માં બનાવાયેલા ચિલ્ડ્રન રૂમ (Children Room) માં ના માત્ર મહિલા પોલીસ કર્મચારીના બાળકો પરંતુ અરજદારો કે આરોપીઓના બાળકોને પણ રાખવામાં આવે છે તેવો પણ રૂમમાં બેસી રમી મનોરંજન મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ચિલ્ડ્રન રૂમ (Children Room) માં અનેક પોલીસ કર્મચારીઓના બાળકો રમે છે.
સિઝનના પ્રથમ વરસાદે જ પૂરમાં તણાયા માતા-પુત્રી, માતાનો બચાવ પુત્રી ડૂબી જતાં મોત
મહત્વની વાત છે કે હવે મહિલા પોલીસ કર્મચારીઓ પોતાના નાના બાળકોને ઘરે મૂકીને આવવાના બદલે પોલીસ સ્ટેશને લઈ આવે છે અને પોતાના આંખની સામે જ ચિલ્ડ્રન રૂમ (Children Room) માં બાળકોને રમવા છોડી દે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વી બી આલ કહે છે કે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ચિલ્ડ્રન રૂમ તૈયાર કર્યો છે. જેનાથી બાળકોના મનમાં પોલીસ પ્રત્યેનો જે ડર છે તે કાઢી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube