રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત કોગ્રેસ પ્રવકતા અને વડોદરા કોગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી વિરુધ્ધ ટ્વિટ કરી અપશબ્દ લખતા લોકસભા ચૂંટણી પહેલા કોગ્રેસની મુશ્કેલી વધી છે. વડોદરા કોગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો પ્રયોગ કરતા મોટો વિવાદ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ આઈટી સેલે નરેન્દ્ર રાવતની ટવીટનો સ્ક્રીન શોટસ પાડી સોશિયલ મીડીયા પર ટ્વીટને વાયરલ કરી કોગ્રેસની માનસીકત્તા છતી થઈ હોવાનો પ્રચાર શરૂ કર્યો છે. જેના કારણે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોગ્રેસ મોટુ નુકશાન થઈ શકે છે. નરેન્દ્ર રાવતની ટ્વીટ પર વિવાદ વકરતા તેમને ટ્વીટ ડિલીટ કરી ટાઈપીંગ એરર થઈ હોવાનો સોશિયલ મીડીયા પર જ ખુલાસો કર્યો હતો.


બારડોલી: બે બાળકોની નિર્દોશ મસ્તીમાં ધોરણ 6માં આભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત


આ અંગે ખુલાસો કરતા નરેન્દ્ર રાવતે કહ્યું કે ફેસબુક અને ટવીટર એકાઉન્ટ એકબીજા સાથે જોડાયેલા હોવાથી ભૂલથી ટવીટ થઈ ગયું હતું. નરેન્દ્ર રાવતની વિવાદીત ટવીટ મામલે ભાજપના મધ્ય ગુજરાતના મીડીયા કન્વીનર સંજીવ પંચોલીએ નરેન્દ્ર રાવતે માનસીક સંતુલન ગુમાવ્યા હોવાનો કટાક્ષ કર્યો સાથે જ કોગ્રેસની પ્રદેશ નેતાગીરીને આવા નેતા સામે પગલાં ભરવા માંગ કરી છે સાથે જ ટવીટથી કોગ્રસની માનસીકતા છતી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.


હાર્દિકનું ટ્વિટર વોર, પ્રોફાઇલમાં લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’


 



ઉલ્લેખનીય છે કે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોગ્રેસ નેતા મણીશંકર ઐયરે પ્રધાનમંત્રી મોદીને નીચ કહ્યા હતા જેના કારણે કોગ્રેસને ગુજરાત ચૂંટણીમાં મોટું નુકશાન થયું હતું. ત્યારે જો ભાજપ ફરી વખત નરેન્દ્ર રાવતના ટ્વીટને લઈ લોકસભા ચૂંટણી પહેલા નીચ શબ્દને મુદ્દો બનાવે તો ચોકકસથી કોગ્રેસને લોકસભાની ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે.