વડોદરા: જ્વેલરી માર્કેટમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ, શોરૂમ હવે આ સમયગાળા દરમિયાન જ ખુલ્લા રહેશે
રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને હવે વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જવેલરી માર્કેટમાં કોરોનાએ એન્ટ્રી મારતા વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે. જવેલર્સ હવે સવારે 10 થી સાંજે 6 સુધી શોરૂમ ખુલ્લા રાખશે.
હાર્દિક દિક્ષીત, વડોદરા: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને હવે વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. જવેલરી માર્કેટમાં કોરોનાએ એન્ટ્રી મારતા વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે. જવેલર્સ હવે સવારે 10 થી સાંજે 6 સુધી શોરૂમ ખુલ્લા રાખશે.
આ ઉપરાંત જો કોરોનાના કેસો વધશે તો શોરૂમ ઑલ્ટરનેટ દિવસે ખોલવામાં આવશે. અત્રે જણાવવાનું કે શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બે યુવક અને પાંચ મહિલા સહિત 15 દર્દીઓના મૃત્યુ થયા છે. પાલિકા દ્વારા જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પાલિકાના ચોપડે ત્રણ લોકોના મોત જ દર્શાવાયા હતાં.
ગઈ કાલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ વડોદરા જિલ્લામાં કોરોનાના 92 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4180 કોરોનાના કેસ જોવા મળ્યાં છે. સત્તાવાર મૃત્યુનો આંકડો 69 છે. રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 55822 કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1110 કેસ નોંધાયા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube