પૂર્વ નાયબ વડાપ્રધાનની પ્રતિમાને વાયરથી બાંધી વડોદરા કોર્પોરેશને કર્યું અપમાન
કોર્પોરેશન દ્વારા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવનરામના સ્ટેચ્યુને વોર્ડ 2ની કચેરીએ વાયરથી બાંધી રાખવામા આવ્યું છે. આ અંગે કોંગ્રેસ અને દલિત સમાજના અગ્રણીઓ દ્વારા દલિત નેતાનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. અને આ અંગે સખત વિરોધ કર્યો છે.
રવિ અગ્રવાલ/વડોદરા: કોર્પોરેશન દ્વારા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવનરામના સ્ટેચ્યુને વોર્ડ 2ની કચેરીએ વાયરથી બાંધી રાખવામા આવ્યું છે. આ અંગે કોંગ્રેસ અને દલિત સમાજના અગ્રણીઓ દ્વારા દલિત નેતાનું અપમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. અને આ અંગે સખત વિરોધ કર્યો છે.
વડોદરામાં દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવનરામની પ્રતિમાનું અપમાન થઈ રહ્યું હોય તેમ પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. બાબુ જગજીવન રામની પ્રતિમાને કોર્પોરેશનની વહીવટી વોર્ડ 2ની કચેરીએ વોર્ડ કચેરીના કોટ સાથે વાયરથી બાંધી દેવાઈ છે. બાબુ જગજીવન રામ દેશના મોટા દલિત નેતા હતા. કોંગ્રેસ અને દલિત નેતાઓએ કોર્પોરેશનના શાસકો પર જગજીવન રામના અપમાનનો આક્ષેપ કર્યો છે.
ઇમાનદારી: 14 હજારની નોકરી કરતા કર્મચારીએ 10 લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા
2 માસથી અહીં પડી રહેલી જગજીવનરામની પ્રતિમાને ધૂળ ખાઈ રહી હતી. જેથી કોગ્રેસ નેતાઓએ રૂમાલ વડે પ્રતિમાને કરી સાફ કરી હતી. અને કહ્યું હતું કે, દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એક બાજુ દલિતોના પગ ધોવે છે તો બીજી બાજુ દેશના દલિત પૂર્વ પ્રધાન મંત્રીનું અપમાન થઈ રહ્યું છે. 2016માં કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી વી.આઈ.પી રોડ એરપોર્ટ સર્કલ ખાતે આ પ્રતિમા મુકાઈ હતી.
NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું
જોકેએ રૂટ પરથી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ત્યાંથી પસાર થવાના હોવાથી જેસીબી દ્વારા કોર્પોરેશન દ્વારાજ તાત્કાલિક આ પ્રતિમા હટાવી દેવામાં આવી હતી. ત્યારથી જગજીવનરામની પ્રતિમા વોર્ડ 2ની કચેરીએ ધૂળ ખાઈ રહી છે અને અત્યારે તો તે સ્ટેચ્યુને વાયર વડે કોટ સાથે બાંધી દેવતા કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે કે, તે પ્રતિમા અમને આપો અમે માન સન્માન પૂર્વક તેને યોગ્ય જગ્યાએ બેસાડીસુ, આજનો દલિતોનો વિરોધ 2019 લોકસભા ચૂંટણીમાં વડોદરા માટે વિષય બની શકે છે.