ઇમાનદારી: 14 હજારની નોકરી કરતા કર્મચારીએ 10 લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા

શહેરની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમા લાખ્ખો-કરોડોની ઠગાઇના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ આ વચ્ચે પણ સામાન્ય વ્યકિતમા પ્રમાણિકતા જોવા મળી છે. એક સામાન્ય કર્મચારીએ રસ્તે રઝળતા મળેલા રૂપિયા 10 લાખના હિરા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં જમા કરાવ્યા હતા. અને તેના મુળ માલિકને સોપવા જણાવ્યુ હતુ. ચાર દિવસની શોધખોળ બાદ આખરે આ હીરાના મુળ માલિક મળી આવ્યો હતો અને તેને આ હીરા સોપવામા આવ્યા હતા. 
 

ઇમાનદારી: 14 હજારની નોકરી કરતા કર્મચારીએ 10 લાખના હીરા મૂળ માલીકને સોંપ્યા

ચેતન પટેલ/ સુરત: શહેરની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીમા લાખ્ખો-કરોડોની ઠગાઇના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ આ વચ્ચે પણ સામાન્ય વ્યકિતમા પ્રમાણિકતા જોવા મળી છે. એક સામાન્ય કર્મચારીએ રસ્તે રઝળતા મળેલા રૂપિયા 10 લાખના હિરા સુરત ડાયમંડ એસોસિયેશનની ઓફિસમાં જમા કરાવ્યા હતા. અને તેના મુળ માલિકને સોપવા જણાવ્યુ હતુ. ચાર દિવસની શોધખોળ બાદ આખરે આ હીરાના મુળ માલિક મળી આવ્યો હતો અને તેને આ હીરા સોપવામા આવ્યા હતા. 

સુરતના વેડરોડ વિસ્તારમા આવેલી સહજાનંદ ટેકનોલોજી પ્રા.લિ નામની કંપનીમા કામ કરતો હેમંત ભાવસાર કામ અર્થે વરાછા મીનીબજાર પાસે ગયો હતો. જ્યા ઠાકોર દ્વારા પાસે પહોંચતા જ તેને હીરાનુ પડીકુ મળી આવ્યુ હતુ. પડીકુ ખોલતાની સાથે જ તેમા લાખ્ખો રુપિયાની કિમંતના હીરા હતા. તે જોતા જ કર્મચારી અચંબીત થઇ ગયો હતો. તેને તાત્કાલિક આ અંગે કંપનીના માલિકને જાણ કરી હતી. જેથી કંપનીના માલિકે આ હીરા તેની પાસે લઇને આવવા જણાવ્યુ હતુ. ત્યારબાદ આ હીરાનુ પડીકુ ડાયમંડ એસોસિયેશનને આપી તેના મુળ માલિકને શોધવા માટે જણાવ્યુ હતુ.

NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું

શરૂઆતના સમયમા ડાયમંડ એસોશિયેશનને આ અંગે કોઇ પણ પ્રકારની ફરિયાદ મળી ન હતી. જેથી તેમને સોસિયલ મિડિયા દ્વારા મુળ માલિક સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. આખરે ત્રણ દિવસ બાદ હીરાના મુળ માલિક સુધી પહોંચવામા સફળ રહ્યા હતા. સુરત ડાયમંડ એસોસિયેશનના તમામ સભ્યોની હાજરીમા રૂપિયા 10 લાખના હીરા તેના મુળ માલિકને સોપ્યા હતા. આ ઉપરાત સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા હેમંતની ઇમાનદારી જોય તેને પ્રોત્સાહન રૂપી ઇનામ પણ આપવામા આવ્યુ હતુ.

 

22મી માર્ચના રોજ હીરાના મુળ માલિક અશોકભાઇ ધામેલિયા ઘરે પરત જતા હતા. ત્યારે તેમને હીરાનુ પડીકું પોતાની ગંજીના ખીસ્સામા મુકયુ હતુ. જો કે તે ખીસ્સામા બરોબર ન જતા સીધેસીધુ નીચે પડી ગયુ હતુ. પોતાનુ લાખ્ખો રુપિયાનુ હીરાનુ પડીકુ ખોવાય જવાથી બે દિવસ સુધી તેમને શોધખોળ કરી હતી. તેમ છતા નહિ મળતા આખરે તેમને પોતાના બિલ્ડીંગના માલિકને આ અંગે જાણ કરી હતી.

સુરતમાં ટિકીટ માટે ટક્કર : ભાજપના ગઢમાં મૂળ સુરતી ફાવશે કે, સૌરાષ્ટ્રવાસી આવશે?

અશોકભાઇને મનમા એમ જ હતુ કે તેમને પોતાના ખોવાયેલા હીરા કયારેય નહિ મળે પરંતુ કહેવાય છે ને મહેનતના કમાયેલા રુપિયા ક્યાંય જતા નથી. અશોકભાઇ સાથે પણ કંઇક આવુ જ બન્યુ હતુ. ચાર દિવસ બાદ તેમને જાણ થઇ હતી કે, ખોવાયેલુ હીરાનુ પડીકુ સુરત ડાયમડ એસોસિયેશનની ઓફિસ પર આપવામા આવ્યુ હતુ. જેથી તેમને હીરાની ઓળખ આપતા જ તેમને તેમના હીરા પરત કરવામા આવ્યા હતા. 10 લાખના હીરા પરત મળતાની સાથે જ અશોકભાઇએ રૂપિયા 21 હજારનું પુરસ્કાર હેમંતને આપ્યુ હતુ. અને તેની ઇમાનદારીના વખાણ પણ કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news