Death Due To Burnfire રવિ અગ્રવાલ/વડોદરા : ગુજરાતમાં વર્ષો બાદ કાતિલ ઠંડી જોવા મળી છે. આવામાં લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ખુલ્લામાં તાપણું કરવામાં વાંધો નથી, પરંતુ લોકો હવે ઘરને ગરમ કરવા માટે ઘરમાં જ તાપણું કરી રહ્યાં છે. ત્યારે ઘરમા કરાતા તાપણાં કેટલા જોખમી છે તે જાણો. વડોદરામાં દશરથમાં ઘરમાં તાપણું કરી સુઈ ગયેલા દંપતીનું મોત નિપજ્યું છે. ધુમાડાથી રૂમમાં કાર્બન મોનોકસાઈડ ફેલાતા દંપતીનું મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાનું દંપતી ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કોલસાની સગડી સળગાવી સૂઈ ગયું હતું. દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં આ બનાવ બન્યો હતો. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીનું મોત થયું નિપજ્યું છે. તેમના પુત્ર હાર્દિકે ઘરનો દરવાજો ખોલતા માતા પિતા મૃત હાલતમાં મળી આવ્યાં હતા. ત્યારે છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે અને ઠંડીથી આંશિક રાહત મેળવે છે. પરંતું શું તમે જાણો છો આ તાપણું કરવાથી સ્વાસ્થયને કેટલું નુકસાન થાય છે. જો તમે નથી જાણતા તો તમારે જાણવું જરૂરી છે આ ગંભીર બિમારી વિશે.


આ પણ વાંચો : 


સુશાંતના જન્મદિને સારાએ એ કામ કર્યું જેનાથી તેને ખુશી થતી! ચાહકોએ કહ્યું-દિલ જીત્યું


તાપણું કરતા સમયે આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખો
જો તમે ઠંડીથી બચવા તાપણું કરો છો તો તેનાથી પૂરતું અંતર રાખો. બીજા રૂમમાં સ્ટવ અથવા હીટર રાખવાનું ટાળો. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.


લોકો તાપણું કરીને શિયાળામાં આંશિક રાહત મેળવે છે..તાપણા પાસે બેસવાની એટલી મજા આવે છે કે ઉઠવાનું મન થતું નથી. હાથ-પગને તાપણામાં શેકવાથી શરીર ઠંડા પવનના પ્રકોપથી બચી જાય છે, પરંતુ આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધુ પડતી ગરમીને કારણે થોડું નુકસાન થઈ શકે છે.


ઓકલેન્ડનો દરિયો બે ગુજરાતીના પ્રાણ ભરખી ગયો, એક પટેલ પરિવારનો તો બીજો શાહ પરિવારનો


3) શ્વાસની સમસ્યા
જો તમે વધુ ગરમી માટે રૂમમાં હીટર રાખો છો, તો તે શ્વસનતંત્રને અસર કરી શકે છે અને શ્વસન સંબંધી રોગોનું કારણ બની શકે છે. વધારે ગરમીથી ઓક્સિજનનું સ્તર ઘટે છે અને તે શ્વાસને અસર કરે છે.


4) આંખને નુકસાન
આંખોને નુકસાન થઈ શકે છે. આગમાંથી નીકળતો ધુમાડો આંખો માટે હાનિકારક છે. તેનાથી આંખોની રોશની પર ખરાબ અસર પડી શકે છે.


આ પણ વાંચો : સ્કૂલમાંથી નીકળેલો માનવ રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યો, મદદ કરનાર એ મુંગો શખ્સ કોણ