વડોદરા: દેશભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમા દિવસે વડોદરાની સિંધી સમાજનું યુગલ લગ્ન ગ્રંથીમાં જોડાયું હતું. સામાજિક રીત રિવાજ માત્ર 20 લોકોની હાજર લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ કપલના લગ્ન 27 એપ્રિલના રોજ યોજાવવાના હતા. પરંતુ લોકડાઉનના લીધે આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા અને 7મેના રોજ લગ્ન બુદ્ધ પૂર્ણિમા દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્ન પ્રસંગમાં કોરોના વાઈરસમાં સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબની તમામ તકેદારી રાખવામાં આવી હતી. પરિવારે લગ્ન પ્રસંગનો બચી ગયેલા રૂપિયા કોરોના વાઈરસની મહામારીમાં ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતના પિતા વેદપ્રકાશ આર્યએ જણાવ્યું હતું કે, 27 એપ્રિલના રોજ મારા પુત્રના નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ લોકડાઉનના લીધે આ લગ્ન પ્રસંગને મોકૂફ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ 7મેના રોજ લગ્ન બુદ્ધ પૂર્ણિમાના દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્રીજું લોકડાઉન આવી જતાં અમારી ચિંતા વધી ગઇ હતી. અમે અમારા વિસ્તારના કાઉન્સીલર સંપર્ક કરીને લગ્નની અપાવવા માટે વિનંતી કરી હતી. કાઉન્સિલરે જિલ્લા કલેક્ટરને મળીને લગ્નની મંજૂરી અપાવી હતી. કોરોના વાઈરસની મહામારીના કારણે સરકારની ગાઇડલાઇન મુજબ વર અને કન્યા પક્ષના દસ-દસ માણસોની હાજરી સાથે લગ્ન કરવા અને સરકારની ગાઇડ લાઇન મુજબ નિયમોનું પાલન કરવાની શરત સાથે જિલ્લા કલેક્ટરે લગ્ન કરવાની મંજૂરી આપી હતી. 


આ અમારા પરિવારનો પ્રથમ લગ્ન પ્રસંગ હતો જેથી અમે તેને ધામધૂમથી કરવા માંગતા હતા. પરંતુ કોરોના વાઇરસના કારણે અમો લગ્ન પ્રસંગ ધામધૂમથી કરી શક્યા નથી. પરંતુ, લગ્ન પ્રસંગમાં જે ખર્ચ થવાનો હતો. તે ખર્ચ અમારો બચી ગયો છે. ત્યારે અમે તે ખર્ચની રકમ કોરોના વાઈરસની મહામારીમાં ઉપયોગ કરવાની અમારા બંને પરિવારની ઇચ્છા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube