વડોદરા : વડોદરામાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જુદાં જુદાં વિસ્તારમાં લાગ્યાં હતાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ જેના કારણે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોયકોટ ફ્રાન્સ અને ફ્રાન્સનાં પ્રમુખ વિરૂદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. કોમી વૈમનસ્ય ફેલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મુસ્લિમ કોમને ઉશ્કેરવાનો ગુનો પણ દાખલ થયો છે. શહેરની શાંતિ ડહોળવાનાં પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઔદ્યોગિક સલામતીના નામે મીંડુ, શ્રમીકોના મોતના મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ


હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં પોસ્ટર્સ લગાડનાર અને પ્રિન્ટિંગ પ્રેસ વાળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુસ્લિમોની લાગણી ભડકે તે પ્રકારનાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા પોસ્ટર્સ લગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રાંસ વિરોધી પ્રદર્શનો સમગ્ર ગુજરાતમાં વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્ટુન મુદ્દે વિવાદ ચાલ્યા બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને ભારત અને ગુજરાતમાં પણ તેનો વિરોધ થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube