હાર્દિક દિક્ષીત/વડોદરા :પંચમહાલ જિલ્લાના નંદીસર ગામની યુવતીએ સગાઈ તૂટી જતા આપઘાત કર્યો છે. નવા વર્ષના દિવસે જ યુવતીના આપઘાતથી પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. બે વર્ષ પહેલા થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવેલી યુવતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. જોકે, સ્થાનિક પોલીસે યુવતીની આત્મહત્યાની ફરિયાદ ન લેતા પરિવારે ગાંધીનગર (gandhinagar) સુધી રજૂઆત કરી હતી. આખરે સ્થાનિક પોલીસે 9 લોકો સામે આત્મહત્યા (suicide) ની ફરિયાદ નોંધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરાના નદીસર ગામે રહેતા પ્રણીવભાઈ માછી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી આરતી છે. આરતી માછીની સગાઈ બે વર્ષ પહેલા નદીસર ગામના પિન્કેશ માછી સાથે થઈ હતી. સગાઈ થયા બાદ આરતી અને પિન્કેશ સાથે ફરતા હતા. પરંતુ કોઈ કારણોસર પિન્કેશના પરિવારજનોએ આ સગાઈ તોડી નાંખી હતી. જેથી આરતી પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. આઘાતમાં સરી પડેલા આરતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.


આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં આજે બહેનોને મફતમાં બસ મુસાફરી કરવા મળશે


સગાઈ તોડવા બાબતે પિન્કેશના પરિવારજનોએ કારણ આપ્યુ હતું કે, ‘તમારી દીકરીનો સ્વભાવ બદલાઈ ગયો છે. તેનો સ્વભાવ સારો નથી. તેથી તેમને સગાઈ રાખવી નથી.’ આ જાણીને આરતીના પરિવારે ઈજ્જત જવાની બીક પણ બતાવી હતી. પરંતુ તેઓએ કહ્યુ હતું કે, ‘આરતીને જે કરવુ હોય તે કરી લે, તેન મરવુ હોય તો મરી જા.’ આ વાતનુ લાગી આવતા આરતીએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.


આરતીના આપઘાત મામલે કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં મંગેતર પિન્કેશ માછી, પ્રભાત માછી, નંદુબેન માછી, રૂચીબેન માછી, ચંદ્રેશ માછી, અલ્કાબેન માછી, મહેશભાઈ માછી, વર્ષાબેન માછી, કિરીટ માછી સામે આરતીને આત્મહત્યામાં દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : ગુજરાતીઓનું નવુ વર્ષ બગડશે, કડકડતી ઠંડીના દિવસો વચ્ચે વરસાદની આગાહી


જોકે, સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કોઈ ફરિયાદ લીધી ન હતી. આરતીના મૃતદેહ સાથે પરિવારજનોએ છેલ્લા બે દિવસથી રઝળપાટ કરી હતી. એટલુ જ નહિ, આરતી ગર્ભવતી હોવાની પણ પરિવારને શંકા છે. સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા પરિવારે ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. આખરે ફરિયાદ નોંધાતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. દીકરી માટે પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે.