ગુજરાતના આ શહેરમાં આજે બહેનોને મફતમાં બસ મુસાફરી કરવા મળશે

આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ગુજરાતભરમાં આજે ભાઈબહેનોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના એક શહેરમાં ભાઈબીજ પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આ શહેરમાં આજે મહિલાઓને શહેરની સરકારી બસોમાં મફતમાં મુસાફરી કરવામાં આવશે. 
ગુજરાતના આ શહેરમાં આજે બહેનોને મફતમાં બસ મુસાફરી કરવા મળશે

ગૌરવ દવે/રાજકોટ :આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે. ગુજરાતભરમાં આજે ભાઈબહેનોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના એક શહેરમાં ભાઈબીજ પર મોટી જાહેરાત કરવામાં આવી છે. આ શહેરમાં આજે મહિલાઓને શહેરની સરકારી બસોમાં મફતમાં મુસાફરી કરવામાં આવશે. 

રાજકોટ મનપાની જાહેરાત
રાજકોટ મનપા દ્વારા શહેરની મહિલાઓને અનોખી ભેટ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભાઈબીજ નિમિત્તે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાઈબીજ નિમિત્તે મહિલાઓ BRTS અને સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. મનપા કમિશ્નર અને મેયર દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષેની જેમ મનપા દ્વારા બહેનોને ભાઈબીજની ભેટરૂપે જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના 150 ફૂટ રિગરોડ પર ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી સુધી BRTS રૂટ પર આ મફત મુસાફરી કરી શકાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news