નગ્ન થઈને ગ્રાહકો સાથે વાતો કરી લાખો કમાવવાની લાલચે પરિણીત મહિલાની જિંદગી બરબાદ કરી
- ઓછા સમયમાં વધુ રૂપિયાની કમાવવાની લાલચે એક પરણિત મહિલાની જિંદગી બરબાદ કરી નાંખી
- હાર્દિક શેઠે મહિલાને વધુ રૂપિયા કમાવવા હોય તો ગ્રાહકો સામે નગ્ન થઈને વીડિયો કોલ મારફતે વાતો કરી લાખો રૂપિયા કમાવી આપવાની લાલચ આપી
- ચાર લાખ કમાવવા હોય તો ડેમો આપવો પડશે. તેમ કહી હાર્દિકે મહિલાના ઘરે જઈ તેની સાથે પાંચ થી છ વખત દુષ્કર્મ આચર્યું
હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓછા સમયમાં વધુ રૂપિયાની કમાવવાની લાલચે એક પરણિત મહિલાની જિંદગી બરબાદ કરી નાંખી છે. ઊંચો પગાર મેળવવાની લાલચમાં સોશિયલ મીડિયા પર મહિલાએ પોતાનું અંગ પ્રદર્શન કર્યું હતું. બાદમાં લાઈવ ડેમોના બહાને હવાસખોરે તેને પીંખી નાંખી હતી. એટલું જ નહિ, બાદમાં હવસખોર મહિલાના સોનાના દાગીના સહિત લાખો રૂપિયા સેરવી ફરાર થઈ ગયો હતો.
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને થોડા મહિના અગાઉ ફેસબુક પર હાર્દિક શેઠ નામના યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. મહિલા અને યુવક એક જ જ્ઞાતિના હોવાને કારણે તેમની વચ્ચે મિત્રતા બંધાઈ હતી. બાદમાં હાર્દિકે મહિલાને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી આપવાની લાલચ આપી હતી. હાર્દિકે મહિલાને લાઈવ બીગો સ્ટ્રીમ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ગ્રાહકો સાથે અશ્લીલ વાતો કરવા માટે પગાર પેટે 50 હજાર ચૂકવ્યા હતા.
ત્યાર બાદ આરોપી હાર્દિક શેઠે મહિલાને વધુ રૂપિયા કમાવવા હોય તો ગ્રાહકો સામે નગ્ન થઈને વીડિયો કોલ મારફતે વાતો કરી લાખો રૂપિયા કમાવી આપવાની લાલચ આપી હતી. મહિલાએ આ વિશે પહેલા ના પાડી હતી. પણ બાદમાં આરોપી હાર્દિક શેઠે મહિલાનો ચેહરો અને નામ ગુપ્ત રાખવાની બાંહેધરી આપી હતી. જેથી મહિલાએ પેરેલલ સ્પેસ નામની એપ્લિકેશન થકી ગ્રાહકો સાથે નગ્ન અવસ્થામાં વીડિયો કોલના માધ્યમથી વાત કરી હતી. બાદમાં આરોપીએ મહિલાને ચાર લાખ કમાવવાની લાલચ આપી હતી. સાથે જ તેણે કહ્યું કે, ચાર લાખ કમાવવા હોય તો ડેમો આપવો પડશે. તેમ કહી હાર્દિકે મહિલાના ઘરે જઈ તેની સાથે પાંચ થી છ વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મહિલા સાથે વિતાવેલી અંગત પળોના વીડિયો પણ ઉતારી લીધા હતા.
(મહિલાને ફસાવનાર આરોપી હાર્દિક શેઠ)
હવસખોર હાર્દિકની હેવાનિયત એ હદે વધી કે તેણે અન્ય ગ્રાહકો સાથે પણ મહિલાને નગ્ન હાલતમાં વીડિયો કોલ મારફતે વાત કરાવી હતી. બાદમાં હાર્દિકે વીડિયો વાયરલ કરી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ તેણે લાખો રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેમજ લાઈવ બીગો સ્ટ્રીમના પગાર પેટે જમા થયેલા 4 લાખ 22 હજાર સેરવી લીધા હતા. પોતાના વીડિયો વાયરલ થવાના ડરથી હતાશ થયેલી મહિલાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે અમદાવાદના વતની હાર્દિક શેઠ નામના યુવકની કલમ 406, 376, 384, 506 (2) હેઠળ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે તેવું એસીપી એસબી કુપાવતે જણાવ્યું.