વડોદરાનો વધુ એક પરિવાર પરિસ્થિતિ સામે હાર્યો, પિતાએ આખા પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી
Vadoodara News : આર્થિક તંગીને કારણે વડોદરાના પરિવારે મોત વ્હાલુ કર્યું... માતા અને પુત્રનું મોત... પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mass Suicide રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરામાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આર્થિક તંગીને એક નાનકડો પરિવાર વિખેરાયો છે. વડોદરાના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં દુઃખદ ઘટના બની છે. સિક્યુરિટીમાં કામ કરતા પિતાએ સામુહિક આત્મહત્યા કરી. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કર્યું હોવાની પ્રાથમિક માહિતી છે. જેમાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મેત નિપજ્યું છે. તો પિતા મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
એક સ્થાનિકે જણાવ્યું કે, આ પરિવારમાં ત્રણ જણા હતા. વડીલ, પુત્ર અને માતા. માતા અને પુત્રનું મોત થયુ છે. તેઓની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હતી. તેઓ અહી પાંચ વર્ષથી ભાડેથી રહેતા હતા. અઠવાડિયાથી તેમની સાથે વાત થઈ ન હતી. મુકેશભાઈ પંચાલ, તેમના પત્નીનું નામ નયનાબેન પંચાલ છે અને 25 વર્ષીય દીકરો મિતુલ પંચાલ છે. આ પરિવાર બહુ બહાર નીકળતો ન હતો.
ST બસના ભાડામાં આજથી વધારો, કયા રુટના ભાડામાં કેટલો વધારો, આ રહ્યું લિસ્ટ
આ ઘટના એટલી અરેરાટીભરી છે કે, દરવાજો ખોલીને જોયો તો પુત્રએ ગળે ફાંસો ખાધો હતો. માતાને ઝેર આપ્યું હતું, તો પિતાએ રેઝરથી ગળાના ભાગે બ્લેડ મારી હતી. હાલ, Dcp, acp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
25 વર્ષીય યુવક કોઈ કામધંધો કરતો ન હતો
પાડોશીઓએ જણાવ્યું કે, પંચાલ પરિવારમાં 25 વર્ષનો મિતુલ પંચાલ કોઈ કામ કરતો ન હતો. મિતુલ પોતાના ઘરમાં જ રહેતો હતો, ઘરની બહાર પણ નીકળતો ન હતો. મિતુલ નોકરી કે ધંધો ન કરતો હોવાથી પણ ઘરની આર્થિક હાલત ખરાબ હતી. પરિવાર 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતું હતું. રાવપુરા પિરામિતા રોડ પર આવેલ કાછિયા પોળમાં તમામ લોકો સાથે પરિવારના સારા સંબંધો હતા. પરિવારે આજદિન સુધી કોઈની પાસેથી આર્થિક મદદ નથી લીધી.
ગુજરાત કોંગ્રેસના નેતાઓને લોટરી લાગી, રાજસ્થાન-મધ્યપ્રદેશ ચૂંટણીમાં સોંપાઈ જવાબદારી