ગુજરાત કોંગ્રેસના નેતાઓને લોટરી લાગી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણીમાં સોંપાઈ મોટી જવાબદારી
Gujarat Congress MLA : રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ગુજરાતના નેતાઓ માટે આ જવાબદારી બહુ જ મોટી બની રહેશે
Trending Photos
Gujarat Congress ગૌરવ પટેલ/અમદાવાદ : રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કર્ણાટકની જીત બાદ હવે કોંગ્રેસ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે હવે કોંગ્રેસને ગુજરાતના નેતાઓને કામે લગાવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને બંને રાજ્યોની ચૂંટણી માટે મોટી જવાબદારી સોંપાઈ છે. ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગ્જ નેતાઓને રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 ને લઈ મહત્વની જવાબદારી સોંપાઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓને રાજસ્થાન ને મધ્ય પ્રદેશ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં ગુજરાતના આ નેતાઓને જવાબદારી સોંપાઈ
અમિત ચાવડા - અજમેર
હિંમતસિહ પટેલ - અલવર
અનંત પટેલ - બાંસવાડા
બળદેવજી ઠાકોર - બાડમેર
શૈલેષ પરમાર - બિકાનેર
પ્રતાપ દુધાત - ચિત્તોડ ગઢ
કિશન પટેલ - દૌસા
નૌશાદ સોલંકી - ગંગાનગર
રધુ દેસાઇ - જાલોર
જેની ઠુમ્મર - ઝાલાવર બરન
અમરતજી ઠાકોર - ઝુનઝુનુ
સી જે ચાવડા - જોધપુર
ઇન્દ્રવિજય સિંહ ગોહિલ - કોટા
અમરીશ ડેર - પાલી
કાન્તી ખરાડી - ઉદયપુર
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓને જવાબદારી મળી છે. ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજસ્થાનમાં ગુજરાતી નેતાઓને જવાબદારી સોંપી છે. લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્ય પ્રદેશમાં ગુજરાતના કયા નેતાઓને જવાબદારી સોંપાઈ
- કિરીટ પટેલ
- તુષાર ચૌધરી
- દિનેશ ઠાકોર
- બિમલ શાહ
- પરેશ ધાનાણી
- વિરજીભાઈ ઠુમ્મર
- પુંજાભાઈ વંશ
- આનંદ ચૌધરી
- નારણ રાઠવા
- અલકા ક્ષત્રિય
- ગુલાબસિંહ રાજપૂત
- પ્રભાબેન તાવિયાડ
- લલિત કગથરા
- પુના ગામીત
- રાજેન્દ્રસિંહ પરમાર
અમદાવાદમાં બે બેવડાઓએ નશામાં લથડિયા ખાતા બાઈક ચલાવ્યું, કારચાલકે બનાવ્યો વીડિયો
આમ, બંને રાજ્યોની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ગુજરાતના નેતાઓ માટે આ જવાબદારી બહુ જ મોટી બની રહેશે. શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ બનતા જ ગુજરાત કોંગ્રેસ ફરી એક્ટિવ થઈ છે. ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા ફરી બેઠી થાય તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે.
સત્તા પર આવતા જ શક્તિસિંહે સપાટો બોલાવ્યો
વિધાનસભા ચૂંટણીમાં ભુંડા હાલ બાદ હવે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં નસીબ અજમાવવા મેદાને આવ્યું છે. ગુજરાત કોંગ્રેસને હવે નવા સુકાની મળ્યા છે. શક્તિસિંહ ગોહિલને સત્તા પર આવ્યે હજી બે જ મહિના થયા છે, ત્યારે તેઓએ સપાટો બોલાવ્યો છે. રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખની એક બેઠક કોંગ્રેસ કાર્યાલયમાં મળી હતી. આ બેઠકમાં શક્તિસિંહ આકરા પાણીએ આવ્યા હતા. તેઓએ કોંગ્રેસના જિલ્લા, મહાનગરોના પ્રમુખોને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ સંબળાવ્યું કે, બદલાવ માટે તૈયાર રહો. કામ કરો નહિ, તો હોદ્દો છોડો. કામ નહિ કરો તો હોદ્દો છોડવાની તૈયાર રાખો. શક્તિસિંહે કહ્યું કે, નેતાઓની ચિઠ્ઠીના આધારે પદની લહાણી બંધ થશે.
શક્તિસંહ ગોહિલે જિલ્લા, મહાનગરોના પ્રમુખોની બેઠકમાં કડક શબ્દોમાં ચેતવણી આપી છે. કામ ના કરનારાઓને બદલા તૈયાર રહેવા ચેતવણી આપી. સાથે જ કહ્યું કે, આગામી દિવસોમાં જિલ્લા અને શહેર પ્રમુખ બદલાઈ શકે છે. કામ કરનારાઓને જ પક્ષમાં મહત્વ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે