વડોદરા : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કેશડોલ ન ચૂકવાતા વિરોધમાં લોકોએ મુખ્યમંત્રીનું પૂતળુ બાળ્યું
વડોદરામાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને કેશડોલ આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરના પાણી ઓસર્યા બાદ પણ હજી કેશડોલ ન મળતા સમા વિસ્તારના રહીશોએ રસ્તા પર આવીને વિરોધ દર્શાવ્યો હતો, તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાનું દહન કર્યુ હતું.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિતોને કેશડોલ આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પૂરના પાણી ઓસર્યા બાદ પણ હજી કેશડોલ ન મળતા સમા વિસ્તારના રહીશોએ રસ્તા પર આવીને વિરોધ દર્શાવ્યો હતો, તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાનું દહન કર્યુ હતું.
સાતમઆઠમ પહેલા ખુશખબરી, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં પૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પરંતુ હજી પણ લોકો મુસીબતોમાંથી બહાર આવ્યા નથી. ચારેતરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ છે, લોકો હજી પણ પાણીમાં પલળી ગયેલી ઘરવખરીને સૂકવવા મથી રહ્યાં છે. સાફસફાઈ ચાલી રહી છે. લોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પીડિતો માટે ગુજરાત સરકારે રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી પણ આ સહાય લોકો સુધી પહોંચી નથી. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ લોકોને કેશડોલ મળી નથી. પૂરમાં સૌથી વધુ પ્રભાવિત એવા સમા વિસ્તારના 3000 લોકોને હજી સુધી કેશડોલ ચૂકવાઈ નથી.
ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં યુવાનોને વારસામાં અપાય છે એવી જવાબદારી કે કોઈ વિચાર પણ ન કરી શકે
આતંકી હુમલાના એલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા-વ્યવસ્થા ડબલ કરાઈ
મુખ્યમંત્રીનું પૂતળું બાળ્યાની ઘટના બાદ સમા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કોંગ્રેસ કાર્યકર્તા જિતેન્દ્ર સોલંકીની અટકાયત હતી. ત્યારે પૂરથી અસરગ્રસ્ત એવા સમાના રહીશોએ સરકાર સાથે પોલીસ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પૂર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, પૂરથી અસરગ્રસ્ત તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દિવાલ ધરાશાયીની ઘટનામાં જે લોકો 4 મૃત્યુ પામ્યા છે, તેમને રૂપિયા 4-4 લાખની સહાય આપવામાં આવશે. તેમજ જે લોકોની ઘરવખરી તણાઈ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :