ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં યુવાનોને વારસામાં અપાય છે એવી જવાબદારી કે કોઈ વિચાર પણ ન કરી શકે

મહેસાણા જિલ્લામાં આવેલું એક ગોકુળિયું ગામ છે, આ ગામની વૃક્ષ જતનની જવાબદારી ગામ વડીલોએ ગામના યુવાનોને વારસામાં આપી જાણી છે. મહેસાણાના વિસનગર તાલુકાના આ ગામમાં આ વૃક્ષ ઉછેરની અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે આજે 3 વૃક્ષોને ઘરના આંગણે ઉછેરે છે. ગામમાં 1500 મકાનમાં 6300ની વસ્તી છે. પણ તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 કરતા પણ વધુ છે. જેના કારણે ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે, જ્યાં વૃક્ષ જોવા ન મળે. જેના કારણે આજે આ ગામ લીલુંછમ અને ગોકુળિયું બન્યું છે. 
ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં યુવાનોને વારસામાં અપાય છે એવી જવાબદારી કે કોઈ વિચાર પણ ન કરી શકે

તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લામાં આવેલું એક ગોકુળિયું ગામ છે, આ ગામની વૃક્ષ જતનની જવાબદારી ગામ વડીલોએ ગામના યુવાનોને વારસામાં આપી જાણી છે. મહેસાણાના વિસનગર તાલુકાના આ ગામમાં આ વૃક્ષ ઉછેરની અનોખી પરંપરાના કારણે પ્રત્યેક 2 વ્યક્તિ સામે આજે 3 વૃક્ષોને ઘરના આંગણે ઉછેરે છે. ગામમાં 1500 મકાનમાં 6300ની વસ્તી છે. પણ તેની સામે વૃક્ષોની સંખ્યા 9700 કરતા પણ વધુ છે. જેના કારણે ગામમાં એક પણ ખુલ્લી જગ્યા એવી નથી કે, જ્યાં વૃક્ષ જોવા ન મળે. જેના કારણે આજે આ ગામ લીલુંછમ અને ગોકુળિયું બન્યું છે. 

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું તરભ ગામ હંમેશા લીલુંછમ જ રહે છે. સાથે જ ગામનું વાતવરણ ઠંડુ રહે છે, અહી ગરમી અનુભવાતી નથી. કારણ કે, આ ગામમાં ક્યારેય એક પણ વૃક્ષનું નિકંદન કરવામાં આવતું નથી અને જો વૃક્ષ કાપવાની ફરજ પડે તો કપાયેલા એક વૃક્ષ સામે નવા 4 વૃક્ષો ઉછેરાવામાં આવે છે. ગ્રામજનોને આ વૃક્ષ પ્રેમ તેમના વડીલો દ્વારા વારસામાં મળ્યો છે. ગામમાં આજે પણ ચોમાસુ આવે તે પહેલા વૃક્ષારોપણનું અભિયાન ચલાવાયું નથી. નવાઇની વાત તો એ છે કે, ગ્રામમાં ક્યારેય બિનજરૂરી વૃક્ષ છેદન થતું નથી. જો કોઇ વૃક્ષ નડતરરૂપ હોય કે જોખમી હોય તો તેને જ કાપવામાં આવે છે. તેની સામે કપાયેલા એક વૃક્ષ સામે નવા 4 વૃક્ષો ઉછેરાય છે. ગામમાં એક 200 મીટરનો પ્રવેશ રોડ પર એક વૃક્ષ નહોતું, તેમાં પણ આ વર્ષે વૃક્ષારોપણ કરાયું છે. ગામના વડીલો દ્વારા વારસામાં મળેલા આ વૃક્ષ પ્રેમના કારણે આસપાસના અન્ય ગામો કરતાં વધુ વરસાદ કુદરત આપે છે. એટલુ જ નહીં ઉનાળામાં ગામનું તાપમાન પણ 3 ડિગ્રી નીચું રહે છે.

https://lh3.googleusercontent.com/-drkelDmLUEY/XUus8Jg4U6I/AAAAAAAAIfs/33P2SGs3djcMGhtQrd33dnn-z_D79of_QCK8BGAs/s0/Tarabh_Village2.JPG

ગામના રહેવાસી દિક્ષીત ચૌધરી કહે છે કે, આખું ગામ ચોમાસા દરમિયાન લીલુંછમ રહે છે. ગામમાં ઠંડક સાથે ઓક્સિજન પણ વધુ મળતા આજે ગામમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. પીવાના પાણીની ખાલી બોટલોથી રોડ પર પ્રદૂષણ થાય છે. તેથી આ બોટલનો ઉપયોગ વૃક્ષ ઉછેર માટે કરવામાં આવે છે. 

આ ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, જમીનના ઉપરના સ્તરમાં ભેજનું પ્રમાણ ઝડપથી ઘટે છે. જેને લઇ નવા રોપાને ભેજ ન મળતાં તેને ઉછેરવામાં મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સ્વામી ચરણગીરીજી વિદ્યાલયના પ્રિન્સીપાલ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને એક ટેકનિક આપી છે. જે મુજબ વિદ્યાર્થીઓ સમગ્ર ગામમાંથી પીવાના પાણીની ખાલી બોટલો એકત્રિત કરે છે અને બોટલના સૌથી નીચેના ભાગે નાનું કાણું પાડી તેમાં પાણી ભરી રોપાના થડ સાથે મૂકી દેતા હોય છે. જેને લઇ પાણીની બચત સાથે આખો દિવસ જમીનમાં ભેજ જળવાઇ રહે છે અને વૃક્ષ ઝડપી ગ્રોથ કરે છે.  

ગામના અગ્રણી સોમજી ઠાકર કહે છે કે, એક તરફ આજે પર્યાવરણના કારણે ઘણા દેશો ચિંતિત બન્યા છે, તેવામાં અમારા ખોબા જેટલા ગામ પર્યાવરણની જાળવણી માટે નવતર પ્રયાસ કરાયો છે. જેમાં જમીનને દૂષિત કરતી પ્લાસ્ટિકની બોટલનો પણ સદુપયોગ કરવામાં આવે છે. આમ આ ગામ ખરા રીતે આદર્શ અને ગોકુળિયુ ગામ બન્યું છે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news