વડોદરા : આજવા સરોવરના 62 દરવાજા 15 ઓગ્ટે રાત્રે 12 વાગ્યે 212 ફુટે સ્થિર કરી દેવામાં આવતા વિશ્વમિત્રી નદીની સપાટીમાં ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે. જો કે વિશ્વામિત્રી નદીની સપાટી સાંજે 7 વાગ્યે ઘટીને 21 ફુટે પહોંચી ચુકી છે. જેથી હાલ પુરનું સંકટ ટળ્યું છે. જો કે વડોદરા અને ઉપરવાસમાં વરસાદ થાય તો વડોદરા શહેરને પુરનો સામનો કરવો પડશે. હાલ વડોદરા શહેરમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ નિયમોનાં ધજાગરા ઉડાવી કૃષ્ણજન્મોત્સવ, સાંસદનો પુત્ર કોરોના પોઝિટિવ, કલાકારોમાં ફફડાટ

રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 24 ફૂટની નજીક પહોંચી ચુકી હતી. જો કે શનિવારે સાંજે 6 વાગ્યાથી વરસાદે વિરામ લેતા તંત્રએ વિશ્વામિત્રી નદી કિનારાના લોકોએ રાહત અનુભવી હતી. બીજી તરફ નિયમાનુસાર સરોવરના 62 દરવાજા રાત્રે 12 વાગ્યે 212 ફુટે બંધ કરી દેવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક બંધ થઇ હતી. પરિણામે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થવા લાગ્યો હતો. સાંજે 8 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 21 ફુટે પહોંચી હતી. 


સિઝનનો 185% વરસાદ થતા જામનગરનાં ખેડૂતોની સ્થિતી કફોડી બની

વડોદરાના છેવાડે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કાંસા રેસિડેન્સી અને કોટેશ્વર ગામના લોકો હજી પણ વિશ્વામિત્રી નદીના પાણીથી અસરગ્રસ્ત છે. ફાયર બ્રિગેડ દ્વારા કાંસા રેસિડેન્સિના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે 15 જેટલા લોકો જ સ્થળાંતરીત થયા હતા. બાકીના લોકોએ ઘરે જ રહેવાનો આગ્રહ રાખ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર