સરકારના વેક્સીનેશન અભિયાનમાં વડોદરાના આ 11 મિત્રોનો છે મોટો ફાળો
- આ વિદ્યાર્થીઓને પોતાને રજિસ્ટ્રેશનમાં ચાર દિવસ લાગતા તેઓએ અન્ય લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો હતો. હાલ વડોદરાના આ 11 વિદ્યાર્થીઓના આ ગ્રુપની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે
હાર્દિક દિક્ષીત/વડોદરા :કોવિન વેબસાઈટ (COWIN website) પર રસીકરણ માટે પણ અનેક લોકોની ફરિયાદ છે કે, તેમને સ્લોટ મળતા નથી. તેમનુ રજિસ્ટ્રેશન થતુ નથી. ત્યારે આવામાં વડોદરાના યુવકો લોકોની મોટી મદદ બનીને આવ્યા છે. સરકારના રસીકરણ અભિયાનને સફળ બનાવવા વડોદરાના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ કરેલો અનોખો પ્રયાસ સફળ રહ્યો છે. વેક્સીનેશન માટે સ્લોટ બુક કરાવવામાં પડતી મુશ્કેલીને દૂર કરવા અનોખું અભિયાન શરૂ કર્યું છે.
રજિસ્ટ્રેશનથી લઈને સર્ટી અપાવવા સુધીની જવાબદારી આ વિદ્યાર્થીઓએ ઉપાડી છે. છેલ્લાં 20 દિવસમાં તેઓએ 1500 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રસી અપાવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકો યુવકોની આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પોતાને રજિસ્ટ્રેશનમાં ચાર દિવસ લાગતા તેઓએ અન્ય લોકોની મદદ કરવાનો વિચાર આવ્યો હતો. હાલ વડોદરાના આ 11 વિદ્યાર્થીઓના આ ગ્રુપની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો : શું રાજકોટમાં ઉડતી રકાબી જોવા મળી? ઝડપથી અંતર કાપીને આકાશમાં અદ્રશ્ય થઈ
કેવી રીતે શરૂઆત કરી
વડોદરાના કરણ બારોટ નામનો એન્જિનિયરીંગનો વિદ્યાર્થી છે. તે સુભાનપુરા વિસ્તારમાં રહે છે. થોડા સમય અગાઉ તેને વેક્સિનના રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરી હતી. પરંતુ ચાર દિવસ સુધી તે રજિસ્ટ્રેશન નહોતો કરાવી શક્યો. તેથી તેને અન્ય લોકોની મદદ કરવાનો આઈડિયા આવ્યો હતો. તેના આ કામમાં અન્ય મિત્રો પણ જોડાયા, જેમને પણ આ રીતે રજિસ્ટ્રેશનમાં તકલીફ થઈ હતી.
આ પણ વાંચો : રાજકોટની RPS સ્કૂલનો ફતવો, ફી નહિ તો પરિણામ પણ નહિ
કોણ કોણ વિદ્યાર્થીઓ જોડાયા છે
- કરણ બારોટ
- જિનલ પટેલ
- ધૈવત પટેલ
- નિશીલ શાહ
- સાર્થક શાહ
- ધર્મિલ શાહ
- વત્સલ જોશી
- વર્ષિત બારોટ
- દીપ પટેલ
- હર્ષ પટેલ
- સુચિત શેઠ
આ પણ વાંચો : બે બંગાળીઓનું કારસ્તાન, ગુજરાતના ગામડામાં બોગસ તબીબ બની કરી રહ્યા હતા સારવાર
પોતાને સ્લોટ્સ બુક કરવામાં મુશ્કેલીઓનો સામનો કર્યા પછી મિત્રોના જૂથે રસીકરણ સ્લોટને બુકિંગ કરવાની સુવિધા આપીને સમાજને મદદ કરવાનો વિચાર કર્યો. આને તેમની સામાજિક જવાબદારી તરીકે ધ્યાનમાં લેતા આ જૂથના મિત્રો છેલ્લા 20 દિવસથી વધુ સમયથી સ્વયંસેવી રીતે આ સુવિધા આપી રહ્યા છે અને સામૂહિક રીતે, તેઓએ ગુજરાત રાજ્યના 1400 થી વધુ નાગરિકોને મદદ કરી છે. મુખ્ય સ્થાનો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા, જામનગર, ભરૂચ, ભાવનગર, સુરત, અંકલેશ્વર, પાદરા વગેરે છે. તેઓ દરરોજ સરેરાશ રસીકરણ સ્લોટની નજીકમાં બુકિંગ કરતા હોય છે.
છેલ્લા 20 દિવસથી આ યુવકો આ અભિયાન ચલાવી રહ્યા છે. સમગ્ર દેશમાંથી લોકો સેવાનો લાભ લઇ રહ્યા છે. તેઓને બધેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.