રાજકોટની RPS સ્કૂલનો ફતવો, ફી નહિ તો પરિણામ પણ નહિ
Trending Photos
- સ્કૂલ દ્વારા પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે સર્ક્યુલરમાં ઉલ્લેખ કરાયો
- ભૂતકાળમાં પણ આ સ્કૂલ દ્વારા ફીના કારણે ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા હતા
ગૌરવ દવે/રાજકોટ :કોરોના મહામારીમાં અનેક લોકોએ માનવતા દાખવીને મદદનો હાથ લંબાવ્યો છે. આ મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. અનેક પરિવારોની સ્થિતિ કથળી છે. આવામાં સ્કૂલ સંચાલકો પણ મનમાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની એક સ્કૂલે સરક્યુલર જાહેર કર્યું કે, ફી ભર્યા બાદ જ વિદ્યાર્થીઓને પરિણામ મળશે.
ફી ભરવા માટે શાળાએ કર્યું દબાણ
રાજકોટની RPS સ્કૂલ દ્વારા સરક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, છેલ્લા વર્ષની બાકી ફી ભર્યા બાદ જ પરિણામ મળશે તેવું તેમાં લખાયું છે. શાળાએ કહ્યું કે, નવા વર્ષમાં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓએ 5000નો ચેક અથવા રોકડાં રૂપિયા આપવા પડશે. ફી ભરશો તો જ પરિણામ મળશે તેવું શાળાએ જાહેર કરતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેકવાર રાજકોટની આરપીએસ સ્કૂલ પોતાની મનમાની કરી ચૂકી છે. ભૂતકાળમાં પણ ફીના કારણે ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા હતા.
સરક્યુલરમાં શાળાએ 10 મુદ્દા રજૂ કર્યાં
રાજકોટની આરપીએસ સ્કૂલે જાહેર કરેલું આ સરક્યુલર એક ફતવારૂપે છે. જેમાં અલગ અલગ 10 મુદ્દાઓની નોંધ કરવામાં આવી છે. જેને કારણે વાલીઓ રોષે ભરાયા છે. શાળા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફી ભરશો તો જ પરિણામ આપવામાં આવશે અને ભૂતકાળમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલ દ્વારા પાછલી ફી બાકી હોય તો તે અને નવા વર્ષમાં પ્રવેશ માટે 5000 રૂપિયા સાથે ભરવા માટે સર્ક્યુલરમાં ઉલ્લેખ કરાયો છે. આમ, શાળા દ્વારા ફી ભરવા માટે આ પ્રકારનું દબાણ કરવામાં આવી રહ્યું છે તેવુ સ્પષ્ટ દેખાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે