રવિ અગ્રવાલ/વડોદરા: દેશમાં મોંઘવારી લોકોની કમર તોડી રહી છે. દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. ત્યારે આજે એકવાર ફરીથી ભાવ વધ્યા છે. દેશભરમાં શનિવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 83 પેસાનો વધારો કરાયો છે. બીજી બાજુ વડોદરા ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં વધારો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. CNG ગેસમાં 7.75 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં વડોદરા ગેસ લિમિટેડના CNGના પ્રતિકિલોના 77 રૂપિયા ભાવ પહોંચી ગયા છે. શુક્રવાર મધરાથી આ નવો ભાવ વધારાને અમલમાં મૂકાયો છે. જેના કારણે શહેરના 13 હજાર ગ્રાહકો પર વર્ષે 22.32 કરોડનો બોજ વધશે. હવેથી VGLના પંપ પરથી ગેસ પુરાવવું મોંઘું પડશે. 


કોરોના કેસ ઘટતા ગુજરાતમાં ક્યારે માસ્કમાંથી છૂટકારો મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યો એવો જવાબ કે...


વડોદરા ગેસ લિમિટેડના CNGનો હાલનો ભાવ 66.25 રૂપિયા હતો. પરંતુ તેમાં 7.75નો વધારો કરવામાં આવતા હવેથી CNGના પ્રતિકિલોનો નવો ભાવ 77 રૂપિયા પહોંચી ગયો છે. આમ આ વધારાથી વાહન ચાલકો સાથે પ્રતિ વર્ષ આશરે 22.32 કરોડનો બોજો પડશે. બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે મોંઘવારીનો માર સહન કરી રહેલા જનતાને સીએનજી બાદ પીએનજીના ભાવ વધારાનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.


AAPમાં જોડાવા મુદ્દે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો મોટો ખુલાસો, 'મારી તમામ રજૂઆતનો ઉકેલ આવી ગયો'


નોંધનીય છે કે, એક અંદાજ પ્રમાણે, વડોદરામાં સીએનજીનો રોજનો વપરાશ 80 હજાર કિલો છે અને વડોદરા તથા આસપાસના વિસ્તારમાં વીજીએલના 26 પંપ છે. સીએનજી બાદ પાઇપલાઇન ગેસના ભાવમાં પણ વધારો તોળાઇ રહ્યો છે. જેમાં હજી એઠવાડિયા પહેલા જ ભાવ વધારો કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube