કોરોના કેસ ઘટતા ગુજરાતમાં ક્યારે માસ્કમાંથી છૂટકારો મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યો એવો જવાબ કે...

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે. આ બધાની વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં માસ્કમાંથી મુક્તિ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

કોરોના કેસ ઘટતા ગુજરાતમાં ક્યારે માસ્કમાંથી છૂટકારો મળશે? આરોગ્ય મંત્રીએ આપ્યો એવો જવાબ કે...

તેજસ દવે/મહેસાણા: દેશમાં ધીમેધીમે હવે કોરોના કેસમાં મોટો ધટાડો નોંધાઈ રહ્યો છે. દેશની આર્થિક રાજધાની દિલ્હી અને મોટા રાજ્યો એવા મહારાષ્ટ્ર, તેલાગાણા અને પશ્ચિમ બંગાળમાંથી કોરોનાની તમામ પાબંદીઓ હટાવી દેવામાં આવી છે. કોરોનાથી બચવા માટે માસ્કમાંથી છૂટકારો દિલ્હી, મહારાષ્ટ્ર અને તેલગાણા સરકારે આપ્યો છે. ત્યારે હવે સવાલ તે ઉભો થાય છે કે ગુજરાતમાં પણ હવે કોરોના કેસમાં સૌથી મોટો ધટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે અન્ય રાજ્યોની જેમ માસ્કમાંથી ક્યારે છૂટકારો મળશે?

ગુજરાતમાં નાગરિકોને માસ્કમાંથી છૂટછાટ ક્યારે મળશે આ સવાલનો જવાબ રાજ્યના આરોગ્ય મંત્રીને પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના માત્ર સિંગલ ડિજિટમાં આવી ગયો છે. તંત્ર છૂટ આપે તે પહેલાં જ લોકોએ જાતે જ છૂટ લઈ લીધી છે. નિયમ હોય કે ના હોય હવે સોશિયલ ડિસ્ટન્સ લોકોએ દૂર કરી દીધું છે. તેમણે જાતે સ્વીકાર્યું છે કે નિયમ હોય કે ના હોય લોકો હવે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા. 

નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે. આ બધાની વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં માસ્કમાંથી મુક્તિ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાતે સ્વીકાર કર્યો છે કે, નાગરિકોએ માસ્ક પહેરવાને લઈને પોતાની જાતે જ મુક્તિ મેળવી લીધી છે. જેથી મેળાવળઓમાં પણ કોઈ પણ વ્યક્તિ માસ્ક ના પહેરતા હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે. 

મહત્વનું છે કે, કોરોનાના કેસ ઘટતા દેશના ત્રણ રાજ્યોએ માસ્ક સહિતના કોરોનાના તમામ નિયમોમાંથી છૂટ આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news