અમદાવાદ :વડોદરાની 24 વર્ષની માયુષી ભગત નામની યુવતી અમેરિકાના ન્યૂયોર્કમાં છેલ્લા એક મહિનાથી લાપતા છે. માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ જોવા મળી હતી. જેના બાદથી તે ક્યાંય દેખાઈ નથી. હાલ ન્યૂયોર્ક પોલીસ પણ તેને શોધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૌતપામાં ખૂબ તપી રહ્યું છે ગુજરાત, સુરેન્દ્રનગર આગ જેવી ગરમીમાં શેકાયુ


ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, માયુષી ભગત છેલ્લે 29 એપ્રિલના રોજ તેના ઘરમાં જોવા મળી હતી. તે છેલ્લે જ્યારે જોવા મળી હતી ત્યારે તેણે કલરફુલ પેન્ટ અને કાળી ટી-શર્ટ પહેરી હતી. માયુષીના ગાયબ થઈ જવાથી વડોદરામાં રહેતા તેના માતાપિતા પણ ચિંતાતુર બની ગયા છે. જર્સી સિટી પોલીસના જણાવ્યા અનુસાર, હજી સુધી માયુષીની કોઈ ભાળ મળી નથી. 


અમરેલીના આ ખેડૂતે ચમત્કાર કર્યો, ઠળિયા વગરના જાંબુ ઉગાડ્યા


માયુષી વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતી હતી. તેણે વડોદરામાંથી ડિપ્લોમા કર્યા બાદ તે 2016માં ન્યૂયોર્ક ગઈ હતી, અને તેણે ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યું હતું. 



વડોદરામાં રહેતા તેના પિતા વિકાસ ભગત અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા તા. તેમનુ કહેવુ છે કે, તેમણે જર્સી સિટી પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે, તેમણે છેલ્લે વોટ્સએપ પર માયુષી સાથે વાત કરી હતી. જ્યારે તેમણે વાત કરી હતી, ત્યારે તેમની દીકરી એકદમ સ્વસ્થ હતી. પણ 3 મે બાદ તે ઘરે પરત આવી ન હતી. ઉલ્લેખનીય છે કે, માયુષીના માતા દિપ્તીબેન અને પિતા વિકાસ ભગત બંને અમેરિકામાં ગત વર્ષે સ્થાયી થયા છે. તેમનો દીકરો પણ અમેરિકામાં જ રહે છે. 


પોલીસ લોકઅપમાં ઢોર માર ખાનાર આરોપી યુવકનું મોત, પણ સુરત પોલીસ ફરાર 8 પોલીસ કર્મીઓને ન શોધી શકી


તો બીજી તરફ, જર્સી સિટી પોલીસ પણ માયુષીને શોધી રહી છે, પણ હજી સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ તેની બહેનપણીઓ તથા તેની સાથે જોડાયેલા અન્ય લોકો સાથે પણ સતત વાત કરી રહી છે.