રવિ અગ્રવાલ/વડોદરા: અમેરિકા ભણવા ગયેલી વડોદરાની માયુષી ભગત નામની વિદ્યાર્થિની ન્યૂજર્સીમાંથી 2019માં ગુમ થઈ હતી. હવે 3 વર્ષ પછી અમેરિકાની તપાસ એજન્સી FBIએ મિસિંગ પર્સનના યાદીમાં માયુષી ભગતનું નામ જાહેર કરતાં પરિવારે માયુષીને વહેલીતકે શોધી આપવા અમેરિકા અને ભારત સરકાર પાસે આજીજી કરી છે.  વડોદરાની માયુષી 29 એપ્રિલ 2019ના રોજ છેલ્લી વાર ન્યુજર્સી શહેરમાં જોવા મળી હતી. 28 વર્ષની માયુષીની તે પછી કોઈ ભાળ મળી નથી અને FBIએ તેની મિસિંગ અને કિડનેપ્ડ પર્સનની નવી યાદી જાહેર કરી છે. તેમાં વડોદરાની વિદ્યાર્થિની માયુષીનું પણ નામ છે. FBIએ પોતાની વેબસાઇટમાં ગુજરાતની માયુષીની માહિતી આપવાની સાથે એ અપીલ પણ કરી છે કે, જો માયુષી ભગત વિષે કોઈ સૂચના મળે તો FBIની લોકલ યુનિટને જાણકારી આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયુષીના માતા પિતા સહિત આખો પરિવાર અમેરિકામાં જ સ્થાયી થયો છે.જેમને પોતાની દીકરીને શોધવા અનેક પ્રયાસો કર્યા પણ કોઈ સફળતા મળી રહી નથી. ત્યારે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા માયુષીના દાદી સરસ્વતી ભગત પણ માયુષીની રાહ જોઈને બેઠા છે. માયુષીના દાદી સરસ્વતીબેન ભગત કહે છે અમેરિકા ગયા પછી માયુષી બે વખત વડોદરા આવી હતી. મારી પૌત્રી ગુમ થયા બાદ અમને તેની ખુબ યાદ આવે છે. તે મારી ખુબ વ્હાલી હતી. મારી પૌત્રી મારી પાસે આવી જાય તેમ અમે ઇચ્છીએ છીએ.


માયુષી ભણવામાં ખૂબ હોશિયાર હતી, તે ગુમ થઈ જ ન શકે, તેની સાથે કઈ અઘટિત ઘટના બની હશે તેવું તેની દાદી માની રહી છે. સાથે જ માયુષીની દાદી અમેરિકા અને ભારત સરકારને તેમની દીકરીને શોધી આપવા આજીજી પણ કરી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube