વડોદરા : FRC ના નિયમોને ઘોળીને પી જનારી અને પોતાની મનમાની કરનારા માલેતુજાર શાળાઓ સામે વડોદરાની ફી રેગ્યુલેશન કમિટીએ લાલ આંખ કરી બંન્ને શાળાઓને કુલ 63 લાખથી વધારે ઉઘરાવેલી ફી વાલીઓને પરત કરવા માટે આદેશ કર્યો છે. વડોદરાની ફી રેગ્યુલેશન કમિટીએ શહેરની નામાંકીત બે શાળાઓ ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ અને સંત કબીર સ્કુલને વિદ્યાર્થીઓને ફી પરત કરવા માટેનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓ દ્વારા આડેધડ ઉઘરાવાતી ફીને અંકુશમાં રાખવા એફ.આર.સી.ની રચના કરી હતી. કેટલીક માલેતુજાર શાળાઓ હજુ પણ સરકારનાં નિર્ણયોને ઘોળી પી જતી હોવાની ફરિયાદો ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ભાગ્ય: રામોલમાં મહિલાનું પર્સ લૂંટીને ભાગ્યા તો સામે જ પોલીસની બાઇક હતી, હસીહસીને પેટ દુ:ખી જશે


આ બંન્ને શાળાઓ દ્વારા પોતે નક્કી કરેલી ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદો ઉઠતા એફ.આર.સી કમિટીને સુનાવણી હાથ ધરી શાળા સંચાલકોને બોલાવી રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલી ફીના ધારાધોરણ અનુસાર ફી ઉપરાંત ઉઘરાવેલી વધારે ફીની રકમ તાત્કાલિક પરત કરવા આદેશ કર્યો હતો. જેમાં ગ્લોબલ ડિસ્કવરી સ્કુલનાં 1516 વિદ્યાર્થીઓની 36.99 લાખ અને સંત કબીર સ્કુલના 563 વિદ્યાર્થીઓ પાસેથી વદારે ઉઘરાવેલી ફી 26 લાખ મળી કુલ 63 લાખથી વધારે રકમ વાલીઓને પરત કરવા આદેશ આપ્યો છે. 


હું ટેન્શનમાં હોઉ ત્યારે હસ્તમૈથુન કરૂ છું તુ શું કરે છે? તેમ કહી હસને યુવતીને બાહોમાં ભરી લીધી અને...


બીજી તરફ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનાં સભ્યોએ પણ એફ.આર.સીના નિર્ણયને આવકાર્યો હતો. એફ.આર.સી કમિટીનું કહેવું છે કે, હજુ પણ વિબગયોર, બિલાબોન્ગ, ડીપીએસ, જીપીએસ સ્કુલો સામે ફરિયાદ આવી હતી. આગામી દિવસોમાં તેની સુનાવણી પણ હાથ ધરાશે. જો કે સ્થિતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી નથી કરાઇ જો કે કોવિડ મહામારીને ધ્યાને રાખી શાળાઓને ફી પરત કરવા મટે ચાર હપ્તા ફરી આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube