હું ટેન્શનમાં હોઉ ત્યારે હસ્તમૈથુન કરૂ છું તુ શું કરે છે? તેમ કહી હસને યુવતીને બાહોમાં ભરી લીધી અને...

 શહેરના પાલડી વિસ્તારમાં આવેલા SPRAT નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મચારીએ ફરિયાદ દાખલ કરી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. એટલું જ નહી તેણે ક્યારેય સેક્સ કર્યું છે કે કેમ તેવી ગંદી વાતો કરતો. એકલો હોય ત્યારે અશ્લીલ વાતો પણ કરતો હતો. યુવતી આવી ગંદી વાતો નહી કરવાનું કહેતા તેનું કામ બાબતે પજવણી કરતો હતો. યુવતીએ કંટાળીને રાજીનામું આપ્યું તો તેના ડોક્યુમેન્ટ પરત અપાયા નહોતા. જેથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

Updated By: Jan 30, 2021, 09:54 PM IST
હું ટેન્શનમાં હોઉ ત્યારે હસ્તમૈથુન કરૂ છું તુ શું કરે છે? તેમ કહી હસને યુવતીને બાહોમાં ભરી લીધી અને...

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલા SPRAT નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મચારીએ ફરિયાદ દાખલ કરી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. એટલું જ નહી તેણે ક્યારેય સેક્સ કર્યું છે કે કેમ તેવી ગંદી વાતો કરતો. એકલો હોય ત્યારે અશ્લીલ વાતો પણ કરતો હતો. યુવતી આવી ગંદી વાતો નહી કરવાનું કહેતા તેનું કામ બાબતે પજવણી કરતો હતો. યુવતીએ કંટાળીને રાજીનામું આપ્યું તો તેના ડોક્યુમેન્ટ પરત અપાયા નહોતા. જેથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

નવસારીના ટીઘરાથી 50થી વધારે મહિલાઓ વિફરી, દારૂબંધી મુદ્દે ધારાસભ્ય અને Dy.SP સુધી રજુઆત કરી

પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી મુળ બિહારની અને હાલ ગાંધીનગરમાં રહે છે. 33 વર્ષીય યુવતી ગાંધીનગરમાં એક યુનિવર્સિટીમાં PHD નો અભ્યાસ કરે છે. વર્ષ 2020 ના ઓક્ટોબર મહિનામાં SPRAT નામની સંસ્થામાં નોકરી માટે એપ્લાય કર્યું હતું. જેથી આ સંસ્થાના પ્રેસિડેન્ટ હસન ઝોહરે પાલડીમાં આવેલા રાજનગર કોમ્પલેક્સમાં આ સંસ્થાની મુખ્ય ઓફીસ ખાતે ઇન્ટરવ્યું લીદો હતો. યુવતીને ફિલ્ડ વર્ક અને સોશિયલ વર્ક ઓફીસર તરીકે એપોઇન્ટ કરાયો હતો. નિયમ અનુસાર યુવતીને 43 હજાર ભરવા માટે જણાવ્યું હતું. 

Gujarat Corona Update: નવા 323 કેસ, 441 રિકવર થયા, 2 લોકોના કોરોના કારણે મોત

જો કે યુવતી પાસે 43 હજાર રૂપિયા નહી હોવાના કારણે તેને ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે જણાવ્યું હતું. શરૂઆતમાં હસન ઝોહરે આ યુવતીને તેની પોસ્ટ સાથે સાથે એચ.આરનું કામ પણ કરવાનું કહ્યું હતું. યુવતીએ મનાઇ કરતા બંન્ને વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ હતી. બાદમાં હસને આ યુવતી જ્યારે ઓફીસ જતી ત્યારે તેની સાથે બિભત્સ વાતો કરતા. તેનું અપમાન કરતા. હશન ઝોહર કહેતો કે મારે કોઇ પાર્ટનર જોઇએ છે જેની સાથે હું શારીરિક સંબંધ રાખી શકું. અવાર નવાર યુવતીને હગ કરતો રહેતો હતો. ઉપરાંત હું જ્યારે કંટાળું ત્યારે હસ્તમૈથુન કરુ છું. તુ કરે છે કે નહી? તારે બોયફ્રેન્ડ છે કે નહી તું સેક્સ કરે છે કે નહી? જેવા બિભત્સ સવાલો પુછતા હતા. જેથી કંટાળીને યુવતીએ રાજીનામું આપી દીધું હતું. જો કે હસને તેના અસલ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા. જેથી આખરે કંટાળેલી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube