હાર્દિક દિક્ષીત/વડોદરા :રેપિડ ટેસ્ટને લઈને વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે. નોડલ ઓફિસર ડો શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં રેપિડ ટેસ્ટનો ભરોસો રાખ્યા વિના તરત RTPCR ટેસ્ટ કરાવી લેવા નાગરિકોને સલાહ આપી છે. રેપિડ ટેસ્ટમાં નેગેટિવ આવેલા 15 થી 65 ટકા દર્દીઓ RTPCR ટેસ્ટમાં પોઝિટિવ આવે છે. આવામાં દર્દીની લાપરવાહી ફેફસાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવેલા વ્યક્તિ અસંખ્ય લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે. તેથી શરદી ખાંસી તાવ જેવા લક્ષણો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવા સલાહ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : કોરોના બાદ ચીનથી ફેલાયું વધુ એક ઘાતક ઈન્ફેક્શન, જે પુરુષોને બનાવે છે નપુંસક


અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો વધી રહ્યો છે. રોજના અંદાજે 400 રેપિડ એન્ટિજન ટેસ્ટ થઈ રહ્યા છે. પરંતુ રેપિડ ટેસ્ટ અંગે અનેક મત સામે આવી રહ્યાં છે. આવામાં રેપિડ ટેસ્ટ અંગે ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, હાલ વડોદરામાં એસએસજી હોસ્પિટલ, ગોત્રી અને અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડના રેપિડ ટેસ્ટ થઈ રહ્યાં છે. જેમા અનેક લોકોના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યાં છે. તેથી દરેક વ્યક્તિ એમ માની લે છે કે તેને કોરોના નથી. તેઓ આનાથી ભયમુક્ત પણ બની રહ્યાં છે. પરંતુ ટેસ્ટ નેગેટિવ આવ્યાના બે દિવસ બાદ અનેક દર્દીઓની તબિયત લથડી રહી છે. આવામાં બાદમાં દર્દી ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચે છે, ત્યા સુધી મોડું થઈ ગયું હોય છે. 


આ પણ વાંચો : પો. ઈન્સ્પેક્ટર પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો 


તેમણે વધુમાં કહ્યું કે, જો દર્દીનો આરટીપીસીઆર ટેસ્ કરવામાં આવે 15 થી 65 ટકા કેસમાં પોઝિટિવ આવે છે. તેથી જો દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો હોય તો બેદરકારી રાખ્યા વગર તરત આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો. 


રેપિડ ટેસ્ટ નેગેટિવ હોય તો આ લક્ષણો ખાસ જુઓ


  • તાવ, સૂકી ખાંસી, શરદી હોય

  • તાવ 100 ડિગ્રીથી વધુ રહેતો હોય

  • ચહેરો લાલ થઈ જાય

  • ઓક્સિજન લેવલ 93થી નીચે જતુ રહે

  • પલ્સ રેટ 60 થી નીચે જતુ રહે

  • શ્વસોશ્વાસ દર મિનિટે 24 થી નીચે જતુ રહેતું હોય


આ પણ વાંચો : ભાજપના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવનું શક્તિ પ્રદર્શન, માસ્ક વગર ટોળામાં ઝૂમ્યા