વડોદરા : મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની સામે રસ્તા પર એક કુતરૂ માનવ અંગ ખાતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમગ્ર ઘટનાને નજરે જોનારા લોકોમાં હોસ્પિટલના તંત્ર સામે રોષની લાગણી પ્રવર્તી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું કે, રસ્તા પર કૂતરૂ માંસ ખાઇ રહ્યાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો કે આ માનવ અંગ નથી. તેમ છતા આ અંગે હોસ્પિટલના RMO ને તપાસ કરવાનો આદેશ કર્યો છે. સયાજી હોસ્પિટલના RMO ડૉ.આર.બી શાહે જણાવ્યું કે, કુતરૂ માસ ખાઇ રહ્યું હોવાનો વાયરલ થયેલા વીડિયો અંગે હાલ તપાસ ચાલી રહી છે. 


હોસ્પિટલમાંથી દરરોજ મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ નિકળે છે. જેને પોસ્ટમોર્ટમ રૂમ પાસે બેગોમાં ભરીને મુકવામાં આવે છે. તેનો નિયત પદ્ધતી પ્રમાણે નિકાલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં માનવના પગના પંજા જેવો દેખાતા અંગને હોસ્પિટલમાંથી તાણી કુતરૂ બહાર લાવે છે. રસ્તા પર તેને ખાઇ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube