વડોદરા બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ ઝડપાયો, કોની મધ્યસ્થીથી હાજર થયો?
Vadodara Harani Lake Boat Tragedy : વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટનાનો મામલે પરેશ શાહ પોલીસ સમક્ષ થયો હાજર,,, કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે પરેશ શાહ,,, એક ધાર્મિક સંતની મધ્યસ્થાથી હાજર થયો પરેશ શાહ
Vadodara News : વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે. ગઈકાલે બપોરે એક ધાર્મિક સંતની મધ્યસ્થાથી પરેશ શાહ પોલીસ સામે હાજર થયો છે. પોલીસ સૂત્રો અનુસાર, પરેશ શાહને હાલોલ વડોદરા રોડ પરથી વડોદરા પોલીસની SITએ ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે. પરેશ શાહ વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે ઝડપાઇ ગયો તેવો પણ પોલીસનો દાવો છે. તો બીજી તરફ, બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.
ગોપાલ શાહની છત્તીસગઢથી ધરપકડ
હરણી લેક ઝોન ખાતે બોટ દુર્ઘટનાના મામલામાં ગઈકાલે SIT ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. કોર્પોરેશનના પૂર્વ ટીડીઓ અને કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર ગોપાલ શાહની SITની ટીમે ધરપકડ કરી છે. SITએ ગોપાલ શાહની છતીસગઢથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો.. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.અત્યાર સુધી સમગ્ર કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે.
બહારની પાણીપુરી ખાનારા સાવધાન, આ વીડિયો જોશો તો ક્યારેય બહારની પાણીપુરી નહિ ખાઓ
બિનીત કોટિયાના આ પ્રોજક્ટમાં 15 ટકા શેર
હરણી લેકઝોન બોટ દુર્ઘટનામાં ગઈકાલે આરોપી બિનીત કોટિયાને પોલીસે કોર્ટમાં રજૂ કરાયો હતો. ગતરોજ બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બિનીત કોટિયાને કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે. બિનીત કોટિયાના 5 અને તેના પિતા હિતેશ કોટિયાના સમગ્ર પ્રોજેક્ટમાં 15 ટકા શેર છે.
ગર્વની ઘડી! ગુજરાતના બાહોશ 17 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત