Vadodara Heavy Rains: વડોદરાના પાદરામા સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી પાદરા-જંબુસર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી રસ્તા પરની દુકાનોમાં ઘૂસતા વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગઈ કાલે વડોદરા તો આજે પાદરાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદથી પાદરા-જંબુસર હાઈવે પર ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની તમામ સ્કૂલોએ 30 દિવસમાં કરવું પડશે ફરજિયાત આ કામ, 5 ઓગસ્ટ છેલ્લો દિવસ


રસ્તો નદીમાં ફેરવાતાં વાહનચાલકો પાણીમાં ફસાયા છે. પાદરાના રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવી રીતે પાણી વહી રહ્યું છે. સતત વરસાદ પડશે તો પાદરામાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થશે. ભારે વરસાદ વચ્ચે પાદરામાં પોલીસ જવાનો લોકોની વ્હારે આવ્યા છે. વાહનચાલકો અને વૃદ્ધોની પોલીસે મદદ કરી છે.


સુરત બન્યો દરિયો! સાંબેલાધાર વરસાદ બાદ ક્યા કેવી સ્થિતિ? 6 ફુટ સુધી ભરાયેલા છે પાણી


ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે...દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક પછી વરસાદનું જોર થોડું ઘટી શકે છે.


રાજ્યમાં ભારે વરસાદની આગાહી! વરસાદી સ્થિતિને પહોંચી વળવા ગુજરાત કેટલું છે સજ્જ?


ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની જે ઘટ હતી તે પૂર્ણ થઈ છે. ગુજરાતમાં હાલ સામાન્ય કરતા 28 ટકા વધારે વરસાદ છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારમાં 65 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં એક ટકા વરસાદની ઘટ છે, આગામી દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.


આગામી 3 કલાક ખુબ જ ભારે! શું અ'વાદ સહિત આ વિસ્તારોમા આભ ફાટશે? જાણો નાવકાસ્ટ બુલેટિન


કારેલીબાગ વુડા સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો છે. એક સાથે ત્રણથી ચાર વાહનો અંદર સમાઈ જાય એટલો મોટો આ ભૂવો છે. એવું ચૌક્કસ કહી શકાય કે આ ભૂવો વર્ષ 2024નો સૌથી મોટો ભૂવો છે. વરસાદ વરસ્યા પછી રસ્તા પર પાણી ભરાયા અને તે સમયે ભૂવો પડી ગયો. ભૂવો પડવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. લોકો જીવના જોખમે ભૂવાની આસપાસથી પસાર થવા મજબૂર બન્યા છે. ભ્રષ્ટ તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું છે. આટલો મસમોટો ભૂવો પડતાં તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે.