આગામી 3 કલાક ખુબ જ ભારે! શું અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આભ ફાટશે? જાણો નાવકાસ્ટ બુલેટીન
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે કાળાં ડીબાંગ વાદળો ઘેરાયાં છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે દિવસે અને રાત્રે અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે.
Trending Photos
Gujarat Monsoon 2024: રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જી હા...4 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહીત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે કાળાં ડીબાંગ વાદળો ઘેરાયાં છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે દિવસે અને રાત્રે અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે.
ગઈ કાલે પૂર્વ અમદાવાદમાં તો આજે પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાર શરૂ થયો છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે, જજીસ બંગલો વિસ્તાર અને બોડકદેવમાં વરસાદ શરૂ થયો છે. આંબાવાડી અને શાહીબાગ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. આખા દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં શહેરના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ પડતા જ રાજ્યના વડોદરા અને જૂનાગઢમાં મગરો નદીઓમાંથી બહાર આવી જતા હોય છે. વડોદરામાં તો દર વર્ષે વિશ્વામિત્રી સહિતની અન્ય નદીઓમાંથી મગરો બહાર આવી જતા હોય છે. હાલમાં જ વિશ્વામિત્રી નદીમાંથી એક મહાકાય મગરે એક શ્વાનનો શિકાર કર્યો હતો. એટલું જ નહીં વડોદરામાં ઘણીવાર મગરો કેટલીકવાર રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે. જૂનાગઢમાં પણ વરસાદની સિઝનમાં ઘણીવાર ગ્રામ્ય વિસ્તારોમાં મગર જોવા મળે છે. હાલમાં જ ચોબારી ગામમાંથી મગર જોવા મળ્યો હતો.
રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમ બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. આજે પોરબંદર જિલ્લાના ચિંગરીયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારામાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ NDRF ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નાના બાળકને મેડિકલ ઈમરજન્સી ઉભી થતા NDRFની ટીમે 2 બાળક, એક પુરુષ અને એક મહિલા સહિત કુલ 6 લોકોનું રેસક્યુ કરીને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે