રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં દુષ્કર્મની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વડોદરામાં વિવાદીત ફાયર ઓફિસર સામે દુષ્કર્મની ફરિયાદ નોંઘાઈ છે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદે યુવતીને પોતાના જાસામાં લઈને પત્ની સાથે છૂટાછેડા લીધાનું કહીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઘટના સંદર્ભે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફાયર ઓફિસર સામે યુવતીએ ફરિયાદ દાખલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના સંદર્ભે મળતી માહિતી પ્રમાણે, વડોદરા ફાયર સ્ટેશનના વિવાદિત ઓફિસર નિકુંજ આઝાદ સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીની ફરિયાદ પ્રમાણે, વડોદરામાં વિવાદીત ફાયર ઓફિસર નિકુંજ આઝાદે તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા હોવાનું ખોટું બોલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતી સાથે વડોદરાના સરકારી ક્વાર્ટરમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઓફિસરને આટલેથી સંતોષ ના મળતા યુવતીને ગોવા અને અમદાવાદની હોટલમાં લઈ જઈને પણ દુષ્કર્મ અને અકુદરતી સેકસ કર્યું હતું.


અમરનાથ દુર્ઘટનામાં જામનગરનું દંપતી ફસાયુ, પરિવારજનોએ સંપર્ક કર્યો તો શ્વાસ અધ્ધર, પછી....


મળતી માહિતી મુજબ નિકુંજ આઝાદે યુવતીને વડોદરામાં એક મકાન લઈ આપ્યું હતુ. યુવતીની જાસૂસી કરવા માટે નિકુંજ આઝાદે ઘરમાં કેમેરા પણ ફીટ કરાવ્યા હતા. યુવતીના ઘરમાં સામાન શિફ્ટ કરવા માટે અમદાવાદથી વડોદરા ફાયર વિભાગની એમ્બ્યુલેન્સનો પણ ઉપયોગ કર્યો હતો. પત્ની હોવા છતા નિકુંજે યુવતી સાથે ઘરમાં જ ફૂલહાર કરી બીજા લગ્ન કર્યા હતા.


'સ્માર્ટસિટી અ'વાદ બન્યું ખાડાવાદ', ઘરની બહાર નીકળતા પહેલા જાણો શહેરમાં ક્યાં શું બન્યું છે?


યુવતીની ફરિયાદ પ્રમાણે, વિવાદિત ઓફિસર નિકુંજ આઝાદે યુવતી સાથે કરેલ દુષ્કર્મનો વિડિયો પણ બનાવ્યો હતો, જેને લેપટોપ અને મોબાઈલમાં રાખ્યો હતો. આરોપી નિકુંજ આઝાદ યુવતી સાથે દુષ્કર્મ અને અકુદરતી સેકસ કરતા સમયે પોર્ન વિડિયો જોતો હોવાનો ખુલાસો પણ યુવતીએ પોતાની ફરિયાદમાં કર્યો હતો. 


તમને જણાવી દઈએ કે, થોડાક દિવસ પહેલા જ નિકુંજ આઝાદ સામે તેની જ પત્નીએ દારૂનો નશો કરી ઘરે આવી ધમાલ મચાવતા હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં નિકુંજ આઝાદ સામે પ્રોહિબીશનનો ગુનો પણ નોંધાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube