'સ્માર્ટસિટી અ'વાદ બન્યું ખાડાવાદ', ઘરની બહાર નીકળતા પહેલા જાણો શહેરમાં ક્યાં શું બન્યું છે?

ધોધમાર વરસાદથી સ્માર્ટસિટી અમદાવાદ ખાડાવાદ બન્યું છે. ગઈકાલે (શુક્રવારે) પડેલા વરસાદના કારણે ઈસ્કોન બ્રિજ, મણિનગર, રાણીપ, વાડજમાં રોડ બેસી જવાની અનેક ઘટનાઓ બની છે. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.

'સ્માર્ટસિટી અ'વાદ બન્યું ખાડાવાદ', ઘરની બહાર નીકળતા પહેલા જાણો શહેરમાં ક્યાં શું બન્યું છે?

અમદાવાદ: ભારે વરસાદને કારણે અમદાવાદનાં તમામ રસ્તાઓ ધોવાઇ જતાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઇ છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડા પડી ગયા છે, જેણા કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે. છતાં તંત્ર ઉંઘતું ઝડપાયું છે. વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડતા વાહનચાલકો અને નાગરિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ડિસ્કો બનતા ચાલકોની હાલત દયનીય બની છે. ત્યારે કોર્પોરેશન હજુ પણ શહેરમાં ખાડાનું પુરાણ કર્યાની વાતો કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આ બેદરકારીની જવાબદારી ક્યારે સ્વીકારશે. આ સરકારે જેમ નાગરીકોની ચિંતા વ્યક્ત કરીને ટ્રાફિકનાં દંડમાં વધારો કર્યો છે. તેમ કોર્પોરેશના અધિકારીઓને ક્યારે તેમની બેદરકારી બદલ દંડશે?

ધોધમાર વરસાદથી સ્માર્ટસિટી અમદાવાદ ખાડાવાદ બન્યું છે. ગઈકાલે (શુક્રવારે) પડેલા વરસાદના કારણે ઈસ્કોન બ્રિજ, મણિનગર, રાણીપ, વાડજમાં રોડ બેસી જવાની અનેક ઘટનાઓ બની છે. તો ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં વરસાદના 24 કલાક બાદ પણ હજુ સુધી લોકોને અનેક પરેશાનીઓ પડી રહી છે. 

GST રેલવે ક્રોસિંગમાંથી પાણી નથી ઓસર્યુ
અમદાવાદમાં આવેલા GST રેલવે ક્રોસિંગ પાસે હજુ સુધી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોને સવારે નોકરી-ધંધે જતી વખતે ભારે હાલાકી ભોગાવવી પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી અંડરપાસનું કામ પણ બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. રેલવેના પાટા પર ચાલીને જવા માટે લોકો મજબૂર થયા છે.

નવા વાડજના કીટલી સર્કલ પાસે રોડ બેસી ગયો
અમદાવાદના નવા વાડજના કીટલી સર્કલ પાસે પહેલા જ વરસાદમાં રોડ બેસી ગયો છે. રોડ બેસી જવાના કારણે અનેક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગાવવી પડી રહી છે. આ ઘટનાની માહિતી તંત્રને ખબર પડતા AMCએ રોડને કોર્ડન કરી કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદથી મુખ્ય ચાર રસ્તા પર જ રોડ બેસી જતા લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે.

મણિનગરમાં વસંતનગર સોસાયટીની સામે રોડ બેસી ગયો
આ સિવાય અમદાવાદના મણિનગરમાં વસંતનગર સોસાયટીની સામે પણ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા AMCએ ખોદકામ કર્યુ હતું, પરંતુ બરાબર કામગીરી ન થવાના કારણે પહેલા જ વરસાદમાં  રોડ બેસી જવાની ઘટના બની છે. ડ્રેનેજ અથવા પાણીની લાઈન માટે એએમસીએ ખોદકામ કર્યું હતું. નેલસન સ્કૂલથી થોડા અંતરે જ રોડ બેસવાની ઘટના બની છે. વસંતનગર સોસાયટીમાંથી વાહનો બહાર ન નિકળી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.

મણિનગરના નેલસન સ્કૂલ પાસે રોડ બેસી ગયો
અમદાવાદના મણિનગર પાસે આવેલો નેલસન સ્કૂલ પાસેનો રોડ પણ વરસાદના કારણે બેસી ગયો છે. ગઈકાલે (શુક્રવાર) રોડ બેસી જતા મણિનગરમાં એક કાર ફસાઈ જવાની ઘટના બની હતી. ફાયર વિભાગે રેસ્ક્યુ કરી કાર બહાર કાઢી હતી. કાર ફસાઈ ત્યાં જ AMCએ રોડના પુરાણની કામગીરી કરી હતી. શાળાના દરવાજા આગળ રોડ બેસી ગયો, તો ક્યાંક ભૂવો પણ પડ્યો છે. તંત્રને જાણ કરી હોવા છતાં નેલસન સ્કૂલના દરવાજા આગળ રોડની કામગીરી ન કરાઈ. રોડની કામગીરી ન થતા શાળાના વિદ્યાર્થીઓ માટે જોખમ ઉભું થયું છે.

ઈસ્કોન બ્રિજ પાસેનો રોડ બેસી ગયો
અમદાવાદમાં ભારે વરસાદથી એસજી હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પાસેનો રોડ પણ બેસી ગયો હતો. જો તમે આજે ત્યાંથી નીકળવાના હોય તો નીકળતા નહીં, કારણ કે તમને ભારે ટ્રાફિક નડી શકે છે. ઈસ્કોન બ્રિજ પાસે એક તરફનો રોડ બંધ કરાયો છે. તંત્રને આ ઘટનાની જાણ કરાતા બેસી ગયેલા રોડને AMCએ કોર્ડન કર્યો છે. પ્રથમ વરસાદથી રોડ ધોવાતા પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ હતી.

મહત્વનું છે કે, અમદાવાદમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news