વડોદરા: ભાજપના ગઢમાં કોંગ્રેસનું ગાબડું, યુવા બેરોજગાર રેલીનું આયોજન
એક તરફ ટુક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી તરફ તમામ પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે, તેવામાં આજે વડોદરા જિલ્લા ભાજપને મોટો ફટકો પડયો છે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખે તેમની પત્ની સહિત આશરે 1000 જેટલા કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડયો છે. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધાર્થ પટેલની હાજરીમાં તમામ લોકો એ વિધિવધ રીતે કોંગ્રેસ માં પ્રવેશ કર્યો હતો.
હાર્દિક દીક્ષિત/વડોદરા : એક તરફ ટુક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી તરફ તમામ પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે, તેવામાં આજે વડોદરા જિલ્લા ભાજપને મોટો ફટકો પડયો છે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખે તેમની પત્ની સહિત આશરે 1000 જેટલા કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડયો છે. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધાર્થ પટેલની હાજરીમાં તમામ લોકો એ વિધિવધ રીતે કોંગ્રેસ માં પ્રવેશ કર્યો હતો.
ગુજરાતનાં સૌથી ભ્રષ્ટ કર્મચારીના બંગલા સહિત અનેક સંપત્તિ સીલ, પોલીસે આકાશ પાતાળ કર્યા એક
ભાજપથી નારાજ ઉપપ્રમુખ ગોપાલ સિંહ ટાટોડ પોતાના રાજીનામાં પાછળ પાર્ટીમાં થતી તેમની અવગણના તેમજ ભાજપની ખેડૂત વિરોધી નીતિને જવાબદાર ઠેરવી રહયા છે. મહત્વનું છે કે, જિલ્લા ભાજપમાં ગોપાલ સિંહ ટાટોડની ખુબજ મહત્વની ભૂમિકા રહી છે. તેવામાં ચૂંટણી અગાઉ જ તેમને ભાજપમાંથી રાજીનામુ ધરી કોંગ્રેસનો હાથ પકડતા ભાજપને ફટકો તો પડયો જ છે. આ સાથે સાથે જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
તાંત્રિકે કહ્યું રૂપિયાનો વરસાદ કરાવીશ અને ફોરેસ્ટર સાધુ બન્યા, પૈસાનો વરસાદ થાય તે પહેલા...
વડોદરામાં યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવા હુંકાર રેલીનું આયોજન...
વડોદરા શહેરમાં આજે યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર યુવા હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વધતી યુવા બેરોજગારી હતો. યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવા બેરોજગારો જોડાયા હતા. યુવાઓ ને રોજગારી આપવામાં નિષ્ફળ રહેલી સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. પ્રદેશ સહપ્રભારી મહોમ્મદ શાહિદની આગેવાનીમાં યોજાયેલી આ રેલી કોંગ્રેસ કાર્યાલય ખાતેથી નીકળેલી રેલી જિલ્લા રોજગાર કચેરી ખાતે પોહચી હતી. જ્યાં હાજર અધિકારીને આવેદન આપી યુવા બેરોજગારોને રોજગારી આપવા માંગ કરી હતી. તેમજ જો સરકાર યુવાઓ માટે રોજગારીની તકો ઉભી નહીં કરે તો આવનાર સમયમાં વિધાનસભા ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube