વડોદરા : કોરોના મહામારીમાં અનેક પરિવારોના માળા ફરી એકવાર વિખેરાઇ ગયા છે, ત્યારે વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલોનો સંસાર માત્ર 13 દિવસમાં જ માળો વિખેરાઇ ગયો હતો. દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણના યુવકનો કોરોનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હતો. આ નવ યુગલ સંસાર માંડે તે પહેલા જ માળો વિખેરાઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં બ્લેક ફંગસનો હાહાકાર, 500 દર્દી દાખલ, રોજ 15 ઓપરેશન


વડોદરાના કરજણ તાલુકાના એક યુવકનાં મે માસના પ્રથમ સપ્તાહમાં લગ્ન થયા હતા. સોનેરી સ્વપ્નો સાથે બંન્ને સંસાર શરૂ કર્યો હતો. પહેલા લગ્નનાં બીજા દિવસે યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં વેન્ટિલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. જો કે 13 દિવસ સુધી સારવાર દરમિયાન ગોત્રી કોવિડ હોસ્પિટલનાં બિછાને જયેશે અંતિમ શ્વાસ લીધા હતા. 


રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઉચ્ચશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત


અખંડ સૌભાગ્યવતીના આશિર્વાદ લઇને આવેલી યુવતીને અવસાનના સમાચાર મળતા જ તે સ્તબ્ધ બની ગઇ હતી. પરિવારમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. યુવતીના હાથમાંથી લગ્નની મહેંદી ઉતરે તે પહેલા જ સેથીનો સિંદુર ભુસાઇ ગયો હતો. હાલ તો આ કિસ્સો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા ઉપરાંત દુખની લાગણી પણ જોવા મળી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube