હરણી તળાવમાં બોટ ડૂબવાથી વડોદરા શોકમાં ડૂબ્યું! ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ; બાળકો ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક
હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં 14 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનું મોત થયું છે. આ ઘટનાને પગલે આખું વડોદરા શોકમાં ડૂબ્યું છે, ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે.
ઝી બ્યુરો/વડોદરા: હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં 14 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનું મોત થયું છે. આ ઘટનાને પગલે આખું વડોદરા શોકમાં ડૂબ્યું છે, ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે.
LIVE મોટી દુર્ઘટના : વડોદરાની સ્કૂલના બાળકો અને શિક્ષકો સહિત 27 ડૂબ્યાં, 15નાં મોતની આશંકા
ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે, ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’
મોતની પિકનિક : ઘરેથી આનંદ કિલ્લોલ સાથે નીકળેલા બાળકોને કાળ ભરખી ગયો, વડોદરામાં માતમ
મહત્વનું છે કે શહેરના હરણી તળાવમાં પ્રવાસમાં આવેલા સનરાઇઝ વિદ્યાર્થીઓની બોટ પલટી ખાઈ ગઈ છે. તેમાં એક બે નહીં, 10 વિદ્યાર્થીના મોત નીપજ્યું છે અને એક શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત સાત જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોટમાં 23 બાળકો સહિત 4 શિક્ષકો હાજર હતા. હજુ પાંચથી વઘુ લોકો લાપતા છે.
ફરી વડોદરામાં હોડી દુર્ધટનાની યાદ તાજી થઈ! 1993મા 17 પરિવારના 22 લોકોનાં થયા હતા મોત