ફરી વડોદરામાં હોડી દુર્ધટનાની યાદ તાજી થઈ! 1993માં સુરસાગરમાં 17 પરિવારના 22 લોકોનાં થયા હતા મોત

વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ફરી વડોદરામાં હોડી દુર્ધટનાની યાદ તાજી થઈ! 1993માં સુરસાગરમાં 17 પરિવારના 22 લોકોનાં થયા હતા મોત

ઝી બ્યુરો/વડોદરા: વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી છે. બોટ પલટી મારી જતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. જેમાં એક વિધાર્થીનું મોત થયું છે, જ્યારે 15થી વધુ વિદ્યાર્થીઓ લાપતા થયા છે. આ ઘટનાને પગલે એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. પરંતુ શું તમને ખબર છે વર્ષ 1993માં  જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 22 વ્યક્તિના મોત થયા હતા. 

જાણો શું બની હતી ઘટના?
વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અને વળતર અપાવવા જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે લડત ચલાવનાર પી.વી.મુરજાણીની 17 વર્ષની લડત બાદ મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રૂ. 1.39 કરોડ ચૂકવવાનો પાલિકાને હુકમ કરાયો હતો. જે બાદ મ્યુ.કોર્પોરેશનને વળતર પેટેની રક્મ ચૂકવી હતી.

નોંધનીય છે કે, હાલમાં આ ભયાનક દુર્ઘટનાને પગલે વડોદરાનું તંત્ર હરણી તળાવને કિનારે છે. ફાયર બ્રિગેડના રિપોર્ટ અનુસાર 8 જેટલા છાત્રોને બહાર કઢાયા છે. પિકનિકમાં ગયેલા આ બાળકો સાથે ઘટેલી દુર્ઘટનાને પગલે સ્કૂલના સંચાલકો સામે સીધા સવાલો ઉભા થયા છે. બોટમાં બેસેલા છાત્રોમાંથી 11 બાળકો પાસે જ લાઈફ જેકેટ હતા. બાળકોને લાઈફ જેકેટ વિના કોને બેસાડવાની પરમિશન આપી એ સૌથી મોટો સવાલ છે. આ ઘટનામાં 3 બાળકોના મોતની આશંકા છે અને આ આંકડો વધી શકે છે. 

  • વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી
  • લાઈફ જેકેટ વગર છાત્રોને બોટમાં બેસાડાયા
  • 15થી વધુ છાત્રો બોટમાં હતા સવાર 
  • એડવેન્ચર ગ્રૂપના ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી
  • સેફ્ટી જેકેટ વિના બાળકોને બોટમાં બસાડાયા
  • 2 છાત્રનું ડૂબી જતાં મોત, 5ની શોધખોળ ચાલુ
  • બોટમાં કેપેસેટી કરતાં વધુ બાળકો બેસાડાયા
  • છાત્રોને લાઇફ જેકેટ કેમ ના પહેરાવાયા?
  • વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો, પાણી ગેટ વિસ્તારમાં આવેલી છે સ્કૂલ

મોટી દુર્ઘટના: વડોદરાના હરણી લેકમાં બોટ પલટી, 15થી વધુ વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત

ગુજરાતના વડોદરામાં મોરબીવાળી થઈ છે. સ્કૂલના છાત્રોવાળી એક બોટ તળાવમાં પલટી મારી ગઈ છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના  વિદ્યાર્થીઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા. ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોવાથી દુર્ઘટના સર્જાયાનું સામે આવ્યું છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news