જયંતી સોલંકી/વડોદરા : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે છતાં પણ દારૂનુ દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે હવે પત્નીઓ જ દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી રહી છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં આવા ઘણા બધા કેસો સામે આવ્યા છે શહેરમાં સરેરાશ દરરોજ એક પત્ની તેના દારૂડિયા પતિને પોલીસમાં પકડાવી રહી છે. વડોદરા શહેરના સાયબર ક્રાઇમ, મહિલા પોલીસ સ્ટેશન, ACB પોલીસ સ્ટેશન, DCB પોલીસ સ્ટેશન, રેલવે પોલીસ સહિત વિસ્તાર પ્રમાણે 27 પોલીસ સ્ટેશન આવેલ છે. આ તમામ પોલીસ સ્ટેશનોમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલ તમામ FIRની તપાસ કરતા જાણવા મળ્યું છે કે એપ્રિલ-2022માં 30 મહિલાઓએ તેમના દારૂડિયા પતિને પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પકડાવી દીધા હતા. એટલે કે દરરોજ સરેરાશ એક પત્ની દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને પોલીસમાં ફોન કરવા મજબૂર બની રહી છે અને તેમને પોલીસને હવાલે કરી રહી છે. જે દારૂનું દૂષણ કેટલી હદે પરિવારોને બરબાદ કરી રહ્યું છે તે જણાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઇએ જમીન વેચી બહેનના લગ્ન કર્યા, લંપટ વરરાજાએ ગાડી નહી આવતા યુવતીને લીધા વગર ચાલતી પકડી


વડોદરા શહેરમાં દારૂડિયા પતિઓને પત્નીઓએ પકડાવી દીધાના કેસ કોઇ એક વિસ્તાર પૂરતા સિમિત નથી. શહેરના હરણી, સમા, માંજલપુર સહિત ગોરવા અને લક્ષ્મીપુરામાં પણ આવા કેસો નોંધાય છે. એટલે કે આ સમસ્યા સમગ્ર શહેરમાં વ્યાપ્ત છે. દારુડિયા પતિ ઝઘડો કરી માર મારે છે. શહેરમાં નોંધાયેલી દારુડિયા પતિઓ સામેની ફરિયાદમાં મોટાભાગે તમામ મહિલાઓએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જણાવ્યું છે કે મારો પતિ દારૂ પી મને માર મારે છે, અથવા તો મારી સાથે ઝઘડો કરે છે. એટલે કે દારૂનુ દૂષણ એટલી હદે વધ્યું છે કે મહિલાઓ પર અત્યાચાર વધી ગયા છે. 


GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


એપ્રિલ-2022માં પત્નીઓએ દારૂડિયા પતિને પકડાવ્યાના બાપોદ-4 મકરપુરા-4,છાણી-3,પાણીગેટ-3,ગોરવા-3,હરણી-2,સમા-2,માંજલપુર-2,વારસિયા-2,જે.પી.-2,ફતેગંજ-1,જવાહરનગર-1,લક્ષ્મીપુરા-1,વડોદરામાં રોજ સરેરાશ 13 લોકો દારૂ પીધેલા ઝડપાયા હતા. વડોદરા શહેરમાં એપ્રિલ-2022માં કુલ 404 લોકોને પોલીસે દારૂના નશામાં ઝડપી લીધા હતા. એટલે કે શહેરમાં દરરોજ સરેરાશ 13 જેટલા લોકો દારૂ પીધેલા ઝડપાય છે.


ગાડી હવે મહુવા બોર્ડર જવાની... મહુવા સર્કિટ હાઉસમાં બિયરની રેલમછેલનો વીડિયો વાયરલ


મહિલા સેલના ACP રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇ મહિલા દારૂડિયા પતિ અંગે કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરે ત્યારે જે તે પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી સંપર્ક કરવામાં આવે છે અને જે વ્યક્તિ છે તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મહિલા સેલમાં અમારી પાસે પતિ-પત્ની વચ્ચે કોઇ અણબનાવ હોય તેના કાઉન્સેલીંગ માટે અરજીઓ આવે છે. આવા બનાવોમાં અમે કાન્સેલીંગ કરતા હોઇએ છીએ. જ્યારે કોઇ વ્યક્તિ નશો કરી રહ્યો હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.દારૂ પીને ધમાલ કરતા પતિઓ સામે પ્રોહીબિશન એક્ટની કલમ 66 (1) (b), 85 (1) હેઠળ ગુના દાખલ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube