વડોદરા : ખેડૂતોની સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષી કુશળતા હંમેશા નવા પરિણામો અને નવુ સર્જન લાવે છે. જેના કારણે કચ્છ જેવા સુકા અને મોટે ભાગે રેતાળ પ્રદેશમાં કેસર કેરી થાય છે અને જામનગર જિલ્લામાં વિદેશી થોરના ફળ અને ડ્રેગ ફ્રૂટની ખેતી પણ થાય છે. ઉત્તર ગુજરાતના ખેડત કેસર કેરી ઉગાડવા માટેના પ્રયાસો કરી ચુક્યા છે. જો કે તેઓ હજી પણ પ્રયાસો  કરી રહ્યા છે અને તેઓ એક બે વાર નિષ્ફળ જાય તો પણ હતોત્સાહ થતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફરજન આમ તો કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા શીત પ્રદેશોનું ફળ માનવામાં આવે છે. ગુજરાતમાં ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દ્રષ્ટીએ રમુજી લાગે છે, પરંતુ કરજણ તાલુકામાં વેમાર ગામના વતની અને હાલ કરજણમાં વવાટ કરતા ખેડૂત સહ વ્યાપારી ગિરીશભાઇ પટેલનાં ખેતરમાં આજે સફરજનનાં એક બે નહી પુરા 220 જેટલા છોડ ઉછેરીને 5થી 7 ફુટની ઉંચાઇએ પહોંચી ગયા છે. તેમણે 2019 ના જાન્યુઆરી મહિનામાં હિમાચલ સફરજનનું વાવેતર ગુજરાતમાં કર્યું હતું. 


જો કે રેફ્રિજરેટર જેવા ઠંડા વાતાવરણવાળા પ્રદેશનો પાક વડોદરા અને ગુજરાતના ઓવન જેવા ગરમ પ્રદેશમાં કેવી રીતે થાય તેની મુંઝવણ નિવરતા તેમણે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશની બાગાયતી સંશોધન સંસ્થાએ સુધારેલી વેરાયટી તૈયાર કરી છે. જેનું ગરમ વાતાવરણ ધરાવતા દક્ષિણના બે અને રાજસ્થાન સહિત 18 રાજ્યમાં પ્રાગોયિક વાવેતર કર્યું છે. 


કચ્છના બાગાયતી સાહસિકપ્રથમ પ્રયત્ને નિષ્ફળતાથી હતાશ થયા પરંતુ ફરી સફરજનની ખેતી તર વળ્યા અને તેનાથી પ્રેરાઇને ગિરીશભાઇએ વડોદરા જિલ્લામાં આ પ્રયોગ કર્યો છે. ગિરીશભાઇએ તેના રોપા મેળવવા હિમાચલ પ્રદેશની સંસ્થાનો સંપર્ક કર્યો તો એ સંસ્થાએ રાજસ્થાનના જયપુરની સંસ્થા પાસેથી સફરજનના છોડ ખરીદવાની ભલામણ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube