જયંતિ સોલંકી/વડોદરા: શહેરને સ્માર્ટ સિટી બનાવવા તંત્ર દ્વારા અનેક નવા પ્રોજેક્ટ બનાવામાં આવ્યા છે, ત્યારે વડસડ સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડ આવેલી હતી. આજુબાજુના સ્થાનિકોના વિરોધ બાદ સાઈડ શહેર બહાર કરવામાં આવ્યું. બાદમાં વડસડ સ્થિત જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું છે, પણ પાલિકા યોગ્ય જાળવણી ન કરવાના કારણે મ્યુઝિયમ ઓફ ટ્રી મૃતપાય વૃક્ષ બન્યા છે .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા વડ્સડમાં બનાવેલ લેન્ડ ફિલ્ડ સાઈડ ઉપર તમામ કચરો ઠાલવવામાં આવતો હતો. લેન્ડ ફિલ્ડ સાઈડની આજુબાજુ અનેક રેસીડેન્સી આવેલી છે. બાજુમાં DPS સ્કૂલ પણ આવેલી છે. કચરાના કારણે વિસ્તારમાં ખુબજ દુર્ગંધ આવતી હતી, જેને લઇને આજુબાજુનાના રેસીડેન્સીના સ્થાનિકોએ પાલિકામાં વિરોધ કર્યો હતો. ત્યારે અનેક વાર રજૂઆત બાદ સાઈડને જામ્બુવા સ્થિત શહેરની બહાર બનવામાં આવી.


'માન્યતા કરતા માનવતા ચઢીયાતી...' રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી


વળસડ સ્થિત જગ્યા પર વૃક્ષ રોપી 50 લાખના ખર્ચે મુઝિયમ ઓફ ટ્રી બનાવાઈ હતી. જેમાં 92 જેટલા અલગ અલગ પ્રકારના 8000 હજાર જેટલા છોડવા રોપવામાં આવ્યા હતા. તેમજ મોર્નિંગ વોક માટે ટ્રેક પણ બનાવાયો હતો. તત્કાલ મુખ્પ્રધાન વિજય રૂપાણી દ્વારા સાઈડનું 2018માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પણ પાલિકા દ્વારા યોગ્ય જાળવણી ના થવાના કારણે તમામ વૃક્ષ મૃતપાય બન્યા છે. ત્યારે પાલિકા દ્વારા વડોદરા શહેરના લોકોના ટેક્સના નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો છે.


વડોદરા શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત વડોદરાના લોકોના પાલિકા દ્વારા નાણાંનો વેડફાટ કરવામાં આવતો હોય છે, ત્યારે 2018માં લેન્ડફીલ સાઇટને હટાવીને મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવીને પાલિકાએ ટેક્સના નાણાંનો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. લેન્ડફીલ સાઇટ પર વાવેલા વૃક્ષોની હાલત દયનીય બની છે. 12000 જેટલા વૃક્ષો વાવ્યા હતા, તેની યોગ્ય જાળવણી ના કરવાના કારણે મૃતપાય બની છે. પ્રોજેક્ટના નામ પર પાલિકા દ્વારા ફક્ત અને ફક્ત નાણાંનો વેડફાટ તેમ જ માનીતા કોન્ટ્રાક્ટરોને નાણાં આપી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.


ફળોનો રાજા ગણાતી કેસર કેરીની બજારમાં ધમારેદાર એન્ટ્રી, જાણો 10 કિલોના કેટલા પડ્યા ભાવ?


લેન્ડ ફિલ્ડ સાઈડ ઉપર જન ભાગીદારીના રૂપે જગ્યાને બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. હાલ કેટલાક વૃક્ષો અમૃતભાઈ હાલતમાં જોવા મળે છે. ત્યારે આગામી દિવસોમાં અર્બન અર્બન ફોરેસ્ટ સ્કીમ હેઠડ અર્બન ફોરેસ્ટ આ સાઈટને આવરી લેવામાં આવશે અને જાળવણી પણ કરવામાં આવશે, તેવો લૂલો બચાવ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેને કર્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube